ન્યૂ ટેરિફ પ્લાન / વોડાફોન-આઈડિયાના નવા પ્લાન 42% મોંઘા થયા, સૌથી મોંઘા પ્લાનની કિંમત 2,399 રૂપિયા

Vodafone-Idea's new plans cost 42%, most expensive plans at Rs 2,399

  • કંપનીએ કોમ્બો વાઉચર, અનલિમિટેડ પેક્સ (28 દિવસ માટે),અનલિમિટેડ એન્યુયલ પેક્સ જેવા વિવિધ પ્લાન લોન્ચ કર્યા છે
  • સૌથી સસ્તો પ્લાન 19 રુપિયાનો અને સૌથી મોંઘો પ્લાન 2399 રૂપિયા છે
  • તમામ નવા પ્લાનનો અમલ 3 ડિસેમ્બરથી દેશભરમા કરવામા આવશે

Divyabhaskar.com

Dec 02, 2019, 05:49 PM IST

ગેજેટ ડેસ્કઃ વોડાફોન-આઈડિયાએ તેન પ્રિ-પેઈડ પ્લાનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. FUP (ફેર યુસેઝ પોલિસી) મિનિટ સમાપ્ત થયા બાદ અન્ય નેટવર્ક પર આઉટગોઈંગ કોલિંગ માટે કંપની હવે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ વસૂલશે. આ નવા પ્લાન 3 ડિસેમ્બર થી લાગુ થશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલના પ્લાન કરતાં નવા પ્લાન 42% મોંઘા છે. આ ભાવવધારો સમગ્ર દેશમાં લાગુ કરવામા આવશે.
કંપનીએ કોમ્બો વાઉચર, અનલિમિટેડ પેક્સ (28 દિવસ માટે), અનલિમિટેડ પેક્સ (84 દિવસ માટે), અનલિમિટેડ એન્યુયલ પેક્સ જેવા વિવિધ પ્લાન લોન્ચ કર્યા છે.

19 રૂપિયા
19 રૂપિયાના પ્લાનની વેલિડિટી 2 દિવસની છે. તેમાં માત્ર વોડાફોન-ટુ વોડાફોન અનલિમિટેડ કોલિંગ, 150MB ડેટા અને 100 SMS મળે છે.

49 રૂપિયા
આ પ્લાનમાં 38 રૂપિયાનું ટૉકટાઈમ અને 100MB ડેટા આપવામાં આવ્યો છે. ગ્રાહકોને આ પ્લાનમાં 2.5 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ આપવાનો રહેશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

79 રૂપિયા
આ પ્લાનમાં 64 રૂપિયાનું ટૉકટાઈમ 200MB ડેટા આપવામાં આવ્યો છે. ગ્રાહકોને આ પ્લાનમાં 1 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ આપવાનો રહેશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

149 રૂપિયા
આ પ્લાનમાં 2GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ (FUP 1000 મિનિટ સુધી)ની સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં 300 SMS ની સુવિધા આપવામાં આવી છે.

249 રૂપિયા
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 100SMS પ્રતિદિવસ આપવામાં આવશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે.

299 રૂપિયા
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં 2GB ડેટા પ્રતિ દિવસ અને 100SMS પ્રતિદિવસ આપવામાં આવશે. આ પ્લાનમાં પણ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે.

399 રૂપિયા
28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં 3GB ડેટા પ્રતિ દિવસ અને 100SMS પ્રતિદિવસ આપવામાં આવશે. આ પ્લાનમાં પણ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ ફ્રી મળશે

379 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં કુલ 6GB ડેટા અને 1000SMS અને અનલિમિટેડ કોલ (FUP 3000 મિનિટ)ની સુવિધા આપવામાં આવી છે.

599 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં 1.5GB પ્રતિ દિવસ ડેટા , પ્રતિ દિવસ 100 SMS અને અનલિમિટેડ કોલ્સ (FUP 3000 મિનિટ)ની સુવિધા મળશે.

699 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. તેમાં 2GB પ્રતિ દિવસ ડેટા, પ્રતિ દિવસ 100 SMS અને અનલિમિટેડ કોલ્સ (FUP 3000 મિનિટ)ની સુવિધા મળશે.

1499 રૂપિયા
આ પ્લાનની વેલિડિટી 1 વર્ષ માટેની છે. તેમાં અનલિમિટેડ કોલ (FUP 12,000 મિનિટ) અને કુલ 24GB ડેટા મળશે. આ પ્લાનમાં કુલ 3600 SMSની પણ સુવિધા આપવામાં આવી છે.

2399 રૂપિયા
365 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ (FUP 12,000 મિનિટ), 1.5GB ડેટા પ્રતિ દિવસ અને પ્રતિ દિવસ 100SMSની સુવિધા મળશે.

X
Vodafone-Idea's new plans cost 42%, most expensive plans at Rs 2,399

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી