લીક / લોન્ચિંગ પહેલાં વિવો V17નાં સ્પેસિફિકેશન લીક થયાં

Vivo V17 specification leaked before launch

  • ફોનની રિઅર પેનલમાં ડાયમંડ શેપવાળું કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે
  • આ સ્માર્ટફોનની ડિઝાઇન કંપનીના અપકમિંગ સ્માર્ટફોન વિવો S5 જેવી જ છે

Divyabhaskar.com

Nov 08, 2019, 07:03 PM IST

ગેજેટ ડેસ્કઃ વિવો કંપની V સિરીઝનો એક નવો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોન 'વિવો V17' હોઈ શકે છે. આ ફોનની તસવીરો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. આ ફોન અગાઉ લોન્ચ થયેલા સ્માર્ટફોન 'વિવો V17 પ્રો'નું ડાઉનગ્રેડેડ વર્ઝન હોઈ શકે છે. આ ફોનની લીક થયેલી તસવીર અનુસાર રિઅર પેનલમાં ડાયમંડ શેપવાળું કેમેરા સેટઅપ આપવામાં આવશે.

રશિયાની વેબસાઈટ Hi-Tech.Mailએ આ ફોનની તસવીર લીક કરી છે. તે મુજબ આ અપકમિંગ સ્માર્ટફોનમાં બ્લૂ, પિંક અને વ્હાઇટ કલરનું ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

લીક થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ક્વૉડ રિઅર કેમેરા સેટઅપને ડાયમંડ શેપમાં એડ્જસ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે એની નીચે LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની ડિઝાઇન કંપનીના અપકમિંગ સ્માર્ટફોન વિવો S5 જેવી જ છે. આ ફોનમાં પણ તેનાં અપગ્રેડેડ વર્ઝનની જેમ 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે.

લીક થયેલી તસવીર અનુસાર ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. આ ફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનને ટૂંક સમયમાં રશિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે કંપનીએ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે કોઈ જાણકારી આપી નથી.

X
Vivo V17 specification leaked before launch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી