વેચાણ / વિવોના ‘V’ સિરિઝનાં લેટેસ્ટ સ્માર્ટફોન ‘વિવો V17’નું વેચાણ આજથી શરૂ, કિંમત ₹ 22,990

Vivo 'V' Series Latest Smartphone 'Vivo V17' sale start from Today, Price ₹ 22,990
Vivo 'V' Series Latest Smartphone 'Vivo V17' sale start from Today, Price ₹ 22,990

  • કોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટથી ફોનની ખરીદી કરી શકાશે
  • ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું કેશબેક મળશે

Divyabhaskar.com

Dec 17, 2019, 12:14 PM IST

ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ ‘વિવો V17' સ્માર્ટફોનનું વેચાણ આજથી શરૂ કર્યું છે. ભારતમાં 9 ડિસેમ્બરે આ સ્માર્ટફોનનું લોન્ચિંગ થયું હતું. રુપિયા 22,990 કિંમતના આ ફોનની ખરીદી કંપનની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. આ ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇન અને L -શેપનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરીને ફોનનાાં વેચાણ વિશે માહિતી આપી છે.

વેરિઅન્ટ
ફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં મિડનાઇટ ઓશિયન (બ્લેક) અને ગ્લેશિયર આઈસ (વ્હાઇટ) કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.

કિંમત અને ઓફર

  • ફોનની કિંમત 22,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું કેશબેક મળશે.
  • EMIથી ફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી કરવા પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
  • આ સાથે જ એક્સચેન્જ ઓફરમાં 11,850 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

8GBની રેમ ધરાવતાં આ ફોનમાં 128GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, VOLTE, ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ, બ્લુટૂથ 5.0, GPS/A-GPS અને USB ટાઈપ-સી પોર્ટની સુવિધા છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં પેનલ કમ બ્રાઈટનેસ એન્ટિ-ફ્લિકર ટેક્નોલોજી આપવામાં આવી છે.

વિવો V17નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+(1080x2400) AMOLED
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 675AIE
OS એન્ડ્રોઇડ 9.2
રેમ 8GB
સ્ટોરેજ 128GB
રિઅર કેમેરા 48MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 32MP
બેટરી 4500mAh

X
Vivo 'V' Series Latest Smartphone 'Vivo V17' sale start from Today, Price ₹ 22,990
Vivo 'V' Series Latest Smartphone 'Vivo V17' sale start from Today, Price ₹ 22,990
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી