‘વિવો U10’નું ભારતમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું, SBI બેંકના કાર્ડથી ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનની ખરીદી અમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે
  • ફોનને ઇલેક્ટ્રિક બ્લૂ અને થંડર બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે
  • જિઓના ગ્રાહકોને અલગ અલગ વાઉચરથી કુલ 6,000 રૂપિયાનું બેનિફિટ મળશે

ગેજેટ ડેસ્ક: વિવોએ ભારતમાં તેનો અફોર્ડેબલ ફોન ‘વિવો U10’નું વેચાણ શરૂ કર્યું છે. એમેઝોન અને કંપનીની ઑહોશિયાળ સાઈટ પરથી ફોનની ખરીદી કરી શકાશે. કંપનીએ આ ફોનને 3 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેની શરૂઆતની કિંમત 8,990 રૂપિયા છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડેડિકેટેડ અલ્ટ્રા ગેમ પણ આપવામાં આવ્યો છે, જે ગેમિંગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે.
આ ફોનમાં 2.5D કર્વ્ડ ડિઝાઈન આપવામાં આવી છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનને ઇલેક્ટ્રિક બ્લૂ અને થંડર બ્લેક કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ અમેઝોન અને વિવોની ઓફિશિયલ વેબસાઈટ પરથી 23 સપ્ટેમ્બરે શરૂ થશે.

વેરિઅન્ટ અને કિંમત

3 GB રેમ + 32 GB સ્ટોરેજ8,990 રૂપિયા
3 GB રેમ + 64GB સ્ટોરેજ        9,990 રૂપિયા
4 GB રેમ + 64GB સ્ટોરેજ10,990 રૂપિયા

ઓફર

  • લોન્ચિંગ ઓફર હેઠળ SBI બેંકના કાર્ડની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • આ સાથે જ કંપની 6 મહિનાની ‘નો-કોસ્ટ EMI’ ઓપ્શન પણ આપી રહી છે.
  • જિઓના ગ્રાહકોને અલગ અલગ વાઉચરથી કુલ 6,000 રૂપિયાનું બેનિફિટ મળશે.
  • એમેઝોન પેની ખરીદી કરવાથી 1000 રૂપિયા સુધીનું પણ ડિક્સકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

વિવો U10નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ6.35 ઇંચ (720x1544)
ડિસ્પ્લે ટાઈપફુલ HD+
OS   એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 665
રેમ3 GB/4 GB
સ્ટોરેજ32 GB/64 GB
રિઅર કેમેરા13 MP (પ્રાઈમરી સેન્સર) + 8 MP (વિથ વાઈડ એંગલ લેન્સ)+ 2 MP (પોટ્રેટ સેન્સર)
ફ્રન્ટ કેમેરા8 MP
બેટરી5000 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન190.5 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...