અપકમિંગ / વિવોની સબ બ્રાન્ડ iQooનો સ્માર્ટફોન ‘iQoo 3’ ટૂંક સમયમાં લોન્ચ થશે, ફ્લિપકાર્ટ પર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું

Vivo sub-brand iQoo smartphone 'iQoo 3' launches soon, teaser release on Flipkart
Vivo sub-brand iQoo smartphone 'iQoo 3' launches soon, teaser release on Flipkart

  • સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે
  • આ ફોનમાં 5G ટેક્નોલોજી અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે

Divyabhaskar.com

Feb 14, 2020, 11:48 AM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવોની સબ બ્રાન્ડ iQoo ભારતમાં તેનો પ્રથમ સ્માટર્ટફોન ‘iQoo 3’ 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફોન 5G ટેક્નોલોજી અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર ધરાવે છે. ભારત પછી ચીનમાં 25 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે.

ચાઇનીઝ ટેક વીબો પર રિલીઝ કરવામાં આવેલાં ટીઝર મુજબ, આ અપકમિંગ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે મળશે. ફોનનાં 12GB રેમ સુધીનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 55Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે.

X
Vivo sub-brand iQoo smartphone 'iQoo 3' launches soon, teaser release on Flipkart
Vivo sub-brand iQoo smartphone 'iQoo 3' launches soon, teaser release on Flipkart

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી