લોન્ચ / વિવો કંપનીનો સ્માર્ટફોન 'વિવો V17' ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 22,990

Vivo company's smartphone 'Vivo V17' launches in India, priced at ₹ 22,990
Vivo company's smartphone 'Vivo V17' launches in India, priced at ₹ 22,990

  • 17 ડિસેમ્બરથી ઇ-કોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટથી વેચાણ શરૂ કરવામાં આવશે
  • ફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનમાં હોલ પંચ ડિસ્પલે ડિઝાઇન અને L -શેપનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું

Divyabhaskar.com

Dec 09, 2019, 03:42 PM IST

ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ 'વિવો V17' સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઇન અને L -શેપનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ભારતમાં ફોનની કિંમત 22,990 રૂપિયા છે.

ફોનનું 8GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં મિડનાઇટ ઓશિયન (બ્લેક) અને ગ્લેશિયર આઈસ (વ્હાઇટ) કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.

કિંમત અને ઓફર
ભારતમાં ફોનની કિંમત 22,990 રૂપિયા છે, તેનું વેચાણ ઇ-કોમર્સ વેબસાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી 17 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. હાલ ફોનનું પ્રિ-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક બેંકોનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ પરથી ફોનની ખરીદી પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

8GBની રેમ ધરાવતાં આ ફોનમાં 128GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, VOLTE, ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ, બ્લુટૂથ 5.0, GPS/A-GPS અને USB ટાઈપ-સી પોર્ટની સુવિધા છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં પેનલ કમ બ્રાઈટનેસ એન્ટિ-ફ્લિકર ટેક્નોલોજી આપવામાં આવી છે.

વિવો V17નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.44 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+(1080x2400) AMOLED
OS એન્ડ્રોઇડ 9.2
રેમ 8GB
સ્ટોરેજ 128GB
રિઅર કેમેરા 48MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 32MP
બેટરી 4500mAh


X
Vivo company's smartphone 'Vivo V17' launches in India, priced at ₹ 22,990
Vivo company's smartphone 'Vivo V17' launches in India, priced at ₹ 22,990
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી