વેરિઅન્ટ / 2 વર્ષ પછી Gionee સ્ટીલ સિરીઝમાં ‘સ્ટીલ 5’ વેરિઅન્ટ ઉમેરવામાં આવ્યું

Two years later, the 'Steel 5' variant was added to Gionee's Steel Series

Divyabhaskar.com

Jan 13, 2020, 02:09 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની જિઓનીએ 2 વર્ષ બાદ નવાં વેરિઅન્ટની જાહેરાત કરી છે. તાજેતરમાં કંપનીએ ચીનમાં લેટેસ્ટ સ્માર્ટ ફોન ‘જિઓની સ્ટીલ 5’ લોન્ચ કર્યો છે. સ્ટીલ સિરીઝમાં અગાઉ વર્ષ 2017માં ‘સ્ટીલ 3’ ફોન લોન્ચ થયો હતો. ‘સ્ટીલ 5’ની કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ફોનમાં 2 રિઅર કેમેરા સેટઅપ અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

જિઓની ‘સ્ટીલ 5’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.21 ઇંચની IPS LCD વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1520x720 પિક્સલ છે.
  • ફોનમાં એમિંગો બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
  • ફોનની બેકપેનલમાં સ્કવેર (ચોરસ) પેટર્નનું કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • ચીનમાં ફોનનાં 3GB + 64GB, 4GB+ 64GB અને 6GB + 128GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરી છે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
X
Two years later, the 'Steel 5' variant was added to Gionee's Steel Series

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી