ન્યૂ લોન્ચ / ટોરેટો કંપનીએ રિમિક્સ સિરીઝનાં 3 ચાર્જર લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 1,299 રૂપિયા

Toreto company launches 3 chargers of remix series, starting at Rs 1,299

  • ચાર્જરનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ કરવામાં આવ્યું છે
  • આ સિરીઝનાં ચાર્જરને વોલ ચાર્જર અને બ્લુટૂથ સ્પીકરની જેમ ઉપયોગ કરી શકાય છે

Divyabhaskar.com

Nov 30, 2019, 03:44 PM IST

ગેજેટ ડેસ્કઃ ભારતીય અને હોંગકોંગની સંયુક્ત ટેક કંપની ટોરેટોએ રિમિક્સ સિરીઝના 3 નવાં ચાર્જર લોન્ચ કર્યાં છે. તેમાં રિમિક્સ, રિમિક્સ 2 અને રિમિક્સ ડુઓ સામેલ છે. તેની કિંમત ક્રમશઃ 1299 રૂપિયા, 1499 રૂપિયા અને 1999 રૂપિયા છે. તમામ ચાર્જરમાં બિલ્ટ ઈન બ્લુટૂથ સ્પીકર આપવામાં આવ્યું છે. તેનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ કરવામાં આવ્યું છે.

રિમિક્સ ચાર્જર સિરીઝનાં બેઝિક સ્પેસિફિકેશન
આ સિરીઝના ચાર્જરને વોલ ચાર્જર અને બ્લુટૂથ સ્પીકરની જેમ ઉપયોગ કરી શકાય છે. તમામ ચાર્જરમાં 2.4 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ USB સ્પોર્ટ આપવામા આવ્યો છે. તમામ ચાર્જરમાં 3 વૉટનું સ્પીકર આપવામાં આવ્યું છે.

આ ચાર્જરને અન્ય રિમિક્સ ચાર્જરની સાથે વાયરલેસ કનેક્ટ કરી શકાય છે. TWS ફોર્મેટને સપોર્ટ કરતા સ્પીકરને આ ચાર્જર સાથે કનેક્ટ કરી શકાય છે.

આ ચાર્જરમાં 400mAhની રિચાર્જેબલ બેટરી આપવામાં આવી છે. આ ચાર્જરની મદદથી યુઝર સરળતાથી મ્યૂઝિક સાંભળી શકે છે. રિમિક્સ 2 અને રિમિક્સ ડુઓમાં 2 USB પોર્ટ સપોર્ટ આપવામા આવ્યો છે.
રિમિક્સ ચાર્જરમાં લેટેસ્ટ બ્લુટૂથ વર્ઝન 5.0 આપવામાં આવ્યું છે. તેની રેન્જ 10 મીટર સુધીની છે.

X
Toreto company launches 3 chargers of remix series, starting at Rs 1,299

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી