ન્યૂ લોન્ચ / ટાઇટન આઇ પ્લસે મ્યૂઝિક સંભળાય એવા સ્માર્ટ સનગ્લાસીસ લોન્ચ કર્યા, કિંમત 9,999 રૂપિયા

Titan Eye Plus launches smart eyewear with SkyFlymutrix smart eyewear, priced at Rs 9,999

Divyabhaskar.com

Nov 06, 2019, 05:53 PM IST

ગેજેટ ડેસ્કઃ ટેક્નોલોજી ક્ષેત્રમાં દરરોજ કંઇક નવું આવી રહ્યું છે. ગ્રાહકોને વધુ સુવિધા આપવા અને પોતાની પ્રોડક્ટ પ્રત્યે આકર્ષવા ભારતની અગ્રણી ઓપ્ટિકલ બ્રાન્ડ ટાઇટન આઇ પ્લસે ભારતમાં મ્યૂઝિક સંભળાય એવા બોન કન્ડક્શન આઇવેર લોન્ચ કર્યા છે. સ્કાયફ્લાય કંપની સાથે જોડાણ કરીને આ આઇવેરને 'સ્કાયફ્લાય મ્યુટ્રિક્સ' નામ આપવામાં આવ્યું છે. આ પ્રોડક્ટના લોન્ચિંગ સાથે ટાઇટન આઇ પ્લસે સ્માર્ટ આઇવેરની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ઓડિયો સનગ્લાસીસની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. જો કે, માર્કેટમાં પહેલેથી બોઝ કંપનીના આ પ્રકારના સનગ્લાસીસ વેચાઈ રહ્યા છે.

ટાઇટન આઇપ્લસના આ આઇવેર સ્માર્ટ ઓડિયો ઓપ્શન સાથે આવે છે. આ આઇવેરની ડિઝાઇન કોમ્પેક્ટ અને લાઇટ-વેઇટ છે. સ્માર્ટ ઓડિયો સનગ્લાસીસ ઇનોવેટિવ ઓપન-ઇયર કોન્સેપ્ટ સાથે સજ્જ છે, જે યુઝરને સંગીત સાંભળવાની સુવિધા આપે છે અને તેની સાથે યુઝર આસપાસનાં વાતાવરણથી પણ પરિચિત રહી શકે છે. આ સનગ્લાસીસમાં ક્વાલકોમ બ્લુટૂથ 5.0 અને 8-અવર પ્લેટાઇમ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ આઇવેરમાં ઇન-બિલ્ટ માઇક આપવામાં આવ્યું છે, જે ગૂગલ આસિસ્ટન્ટ અને સિરિને સપોર્ટ કરે છે. આ ફીચરનો ઉપયોગ કરીને કોઈપણ જગ્યાએ કોલ રિસીવ કરી શકાશે. ભારત સિવાય મધ્ય પૂર્વ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં ગ્રાહકો આ પ્રોડક્ટ ખરીદી શકશે.

ફીચર્સ
આ સનગ્લાસીસ યુવી 400 પ્રોટેક્શન સાથે લેન્સ ધરાવે છે, જે આંખોને સૂર્યપ્રકાશના કિરણોથી બચાવે છે. તેમજ, તેમાં રહેલા ઇન્ટરચેન્જેબલ લેન્સ વ્યક્તિને તેમનાં સનગ્લાસીસ સાથે જોડીને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. આ આઇવેર ઓક્ટોબર મહિનાથી ટાઇટન આઇ પ્લસની વેબસાઇટ અને ટાઇટન આઇપ્લસનાં તમામ સ્ટોરમાં ઉપલબ્ધ છે.

આઇવેરની ખાસિયતો

  • યુવી 400 પ્રોટેક્શન
  • નીયર-ફિલ્ડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને વર્ચ્યુઅલ બેઝ એન્હાન્સિંગ અલ્ગોરિધમ
  • ક્વાલકોમ બ્લુટૂથ 5.0
  • હેન્ડ્સ ફ્રી કોલિંગ
  • ઇનબિલ્ટ માઇક
  • 8 કલાકનો પ્લે ટાઇમ
X
Titan Eye Plus launches smart eyewear with SkyFlymutrix smart eyewear, priced at Rs 9,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી