રિપોર્ટ / દુનિયાભરમાં ટિક્ટોક એપ 150 કરોડ વખત ડાઉનલોડ થઈ, લિસ્ટમાં ભારત અવ્વ્લ નંબરે  

TikTok hits 1.5 billion downloads globally, India tops the chart: SensorTower

  • ભારતમાં આ એપ 46 કરોડ વખત ડાઉનલોડ થઈ છે
  • ટિક્ટોક મોસ્ટ ડાઉનલોડેડ નોન ગેમિંગ એપ કેટરગરીમાં ત્રીજા નંબરે છે

Divyabhaskar.com

Nov 17, 2019, 11:57 AM IST

ગેજેટ ડેસ્ક: ચીનની સોશિયલ મીડિયા એપ ટિકટોકની બોલબાલા અંતર ભારત જ નહીં, પણ આખી દુનિયામાં વધી રહી છે. સામે આવેલા આંકડા પ્રમાણે, એપ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ટિકટોકે ડાઉનલોડનો 150 કરોડનો આંકડો વટાવી દીધો છે. આ આંકડામાં ભારતીયોનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. માત્ર ભારતમાં 46 કરોડ વખત આ એપ ઇન્સ્ટોલ થઈ છે. આ રિપોર્ટ મોબાઈલ ઇન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવરે જાહેર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે, ટિકટોક એપ ડાઉનલોડની સંખ્યા ગયા વર્ષ કરતાં આ વર્ષે 6 ગણી વધી છે. ગ્લોબલ ઈન્સ્ટોલેશનના 45 ટકાનો ભાગ ભારત ધરાવે છે. ટિક ટોક એપમાં ડાઉનલોડની ગણતરીએ બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે અમેરિકા આવે છે. આ વર્ષે ટિક્ટોક મોસ્ટ ડાઉનલોડેડ નોન ગેમિંગ એપ કેટરગરીમાં ત્રીજા નંબરે છે. પ્રથમ નંબરે વ્હોટ્સએપ અને બીજા નંબરે ફેસબુક મેસેન્જર છે. ચોથા નંબરે ફેસબુક અને પાંચમા નંબરે ઇન્સ્ટાગ્રામ છે.

X
TikTok hits 1.5 billion downloads globally, India tops the chart: SensorTower

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી