ન્યૂ લોન્ચ / ભારતમાં સ્ટફકૂલ કંપનીની ક્રેડિટ કાર્ડ જેટલી 10,000 mAhની પાવર બેન્ક લોન્ચ, કિંમત 1799 રૂપિયા

This fast charging 10,000 mAh power bank by Stuffcool is as tall as a credit card

પાવર બેન્ક માત્ર બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે

Divyabhaskar.com

Nov 07, 2019, 05:02 PM IST

ગેજેટ ડેસ્ક: સ્ટફકૂલ કંપનીએ ભારતના માર્કેટમાં પોતાની નવી પાવર બેન્ક લોન્ચ કરી છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 10,000 mAhની કેપેસિટી ધરાવતી આ પાવર બેન્ક હથેળી જેટલી નાની છે. તેની કિંમત 1799 રૂપિયા છે.કંપનીએ દાવો કર્યો છે કે, આ સૌથી નાની પાવર બેન્ક છે, જે ક્વોલકોમ ક્વિક ચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કટે છે. તેનો યુએસબી ટાઈપ-સી પોર્ટ 18 વૉટ પાવર આઉટપુટ ડિલિવર કરે છે. આ પાવર બેન્ક 50થી 70 ગણી ઝડપી ચાર્જ કરે છે. પાવર બેન્ક આઈફોનને માત્ર 30 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી દે છે. હાલ આ પાવર બેન્ક માત્ર બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે.

લોન્ચિંગ ઓફર હેઠળ આ પાવર બેન્કને હાલ 1399 રૂપિયામાં ખરીદી શકાય છે. ભારતીય માર્કેટમાં સ્ટફકૂલ પાવરબેન્કની રિઅલમી અને શાઓમી કંપની સાથે ટક્કર થશે. કંપની આ પાવર બેન્ક પર 6 મહિનાની વોરંટી પણ આપી રહી છે.

169 ગ્રામ વજનની આ પાવરબેન્કનું ડાયમેંશન 21.5x91x64 એમએમ છે. તેમાં ચાર્જિંગ લેવલ જાણવા માટે એલઈડી લાગેલી છે. તેમાં કુલ 2 આઉટપુટ પોર્ટ છે. પાવરબેન્કમાં 1000 mAhની લિથિયમ આયર્ન બેટરી લાગેલી છે.

X
This fast charging 10,000 mAh power bank by Stuffcool is as tall as a credit card

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી