કન્ફર્મ / ‘સેમસંગ ગેલેક્સી M31’ સ્માર્ટફોન 25 ફેબ્રુઆરીએ લોન્ચ થશે

The Samsung Galaxy M31 smartphone will launch on February 25

  • ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા સાથે 4 રિઅર કેમેરા સેટઅપ મળશે
  • ફોનમાં ફુલ HD+ sAMOLED U ડિસ્પ્લે અને 6000mAhની બેટરી મળશે

Divyabhaskar.com

Feb 11, 2020, 05:04 PM IST

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની તેના અપકમિંગ સ્માર્ટફોન ‘સેમસંગ ગેલેક્સી M31’ 25 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. કંપનીની માઈક્રો વેબસાઈટ પર આ વાત કન્ફર્મ થઈ છે. માઈક્રો સાઈટ પર કેટલાક સ્પેસિફિકેશનની માહિતી શેર કરવામાં આવી છે પરંતુ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે.

‘સેમસંગ ગેલેક્સી M31’નાં બેઝિક સ્પેસિફિકેશન

માઈક્રો સાઈટ અનુસાર ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. ફોનમાં લંબચોરસ આકારમાં LED ફ્લેશ લાઈટ સાથે રિઅર કેમેરા સેટઅપ મળશે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનમાં ફુલ HD+ sAMOLED U ડિસ્પ્લે મળશે. લોન્ગ ટાઈમ બેટરી લાઈફ માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવશે.

લોન્ચિંગ પહેલાં ‘ગેલેક્સી M21’ને ચાઈનીઝ બેન્ચમાર્ક સાઈટ ગીકબેન્ચ પર લિસ્ટિંગ મુજબ, ફોનમાં એક્સિનોસ 9644 ઓક્ટા કોર પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. ફોનમાં 4GBની રેમ મળશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનનાં 64GB અને 128GB સ્ટોરેજ ધરાવતાં 2 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનનાં બ્લૂ, બ્લેક અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

X
The Samsung Galaxy M31 smartphone will launch on February 25

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી