11 ફેબ્રુઆરીએ ‘રેડમી 9’ અને ‘રેડમી 9A’ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ 11 ફેબ્રુઆરીએ લોન્ચિંગ ઇવેન્ટની જાહેરાત કરી છે. વર્ષ 2020ની પ્રથમ લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. આ બંને સ્માર્ટફોન ‘રેડમી 9’ અને  ‘રેડમી 9A’ હોઈ શકે છે. 


શાઓમી ઇન્ડિયાના MD મનુકુમાર જૈને ટ્વીટ કરીને લોન્ચિંગ ઇવેન્ટ વિશે માહિતી આપી છે. આ સ્માર્ટફોન્સને ‘દેશકા દમદાર સ્માર્ટફોન’ ટેગ આપવામાં આવ્યો છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવશે સાથે જ ફોનમાં 5000mAhની બેટરી મળશે. જોકે કંપનીએ કયા સ્માર્ટફોન્સ લોન્ચ થશે તેના વિશે કોઈ માહિતી આપી નથી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઇવેન્ટમાં ‘રેડમી 9’ અને ‘રેડમી 9A’ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. આ સિવાય આ લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની પાવરબેંક લોન્ચ કરે તેવી પણ સંભાવના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રેડમી 9A’ સ્માર્ટફોનમાં હીલિયો ઓક્ટાકોર પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. ફોનમાં 720 x 1520 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પલે મળી શકે છે. જ્યારે ‘રેડમી 9’ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને 1080x2340નું  રિઝોલ્યુશન ધરાવતી LCD ડિસ્પલે મળી શકે છે.