કન્ફર્મ / ‘રિઅલમી X50 પ્રો’ સ્માર્ટફોન 24 ફેબ્રુઆરીએ લોન્ચ થશે

The 'Realme X50 Pro' smartphone will launch on February 24

Divyabhaskar.com

Feb 14, 2020, 11:21 AM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રિઅલમી X50 પ્રો’ 5Gને 24 ફેબ્રુઆરીએ ઓનલાઇન લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને સ્પેનમાં યોજાનારા MWC 2020 ઇવેન્ટમાં લોન્ચ કરવાનો હતો જોકે કોરોના વાઇરસના ભયે ઇવેન્ટના આયોજકોએ ઇવેન્ટ કેન્સલ કરતા કંપનીએ તેને 24 ફેબ્રુઆરીએ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

‘રિઅલમી X50’ કંપનીનો પ્રથમ 5G સપોર્ટ સ્માર્ટફોન છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ ફોનનાં 8GB+256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં સોનીનું 64MP IMX686 સેન્સર સાથે ચાર રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.

ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. ફોનમાં 6.57 ઇંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

X
The 'Realme X50 Pro' smartphone will launch on February 24

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી