રિપોર્ટ / આઈફોન કંપની વર્ષ 2020માં સેમસંગ અને LG કંપનીની OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરશે

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • તાજેતરમાં આઇફોનમાં ચાઈનીઝ કંપની BOEના OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • વર્ષ 2020માં એપલ આઈફોન 12ને 5.4, 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે સાઈઝમાં લોન્ચ કરશે

Divyabhaskar.com

Nov 28, 2019, 05:21 PM IST

ગેજેટ ડેસ્કઃ એપલ કંપની આઈફોન 2020માં સેમસંગની OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરશે. કોરિયન ન્યૂઝ વેબસાઈટ ઈટીન્યુઝના એક રિપોર્ટ અનુસાર એપલના અપકમિંગ આઈફોનમાં સેમસંગની ઓન-સેલ ટચ OLED પેનલનો ઉપયોગ કરવામાં આવશે. તેને Y-OCTA ટેક્નોલોજી નામથી ઓળખવામાં આવે છે. કોરિયન ટેક કંપની LG ફિલ્મ ટચ મેથડ બેઝ્ડ OLED પેનલ એપલ કંપનીને સપ્લાય કરશે.

રિપોર્ટ અનુસાર એપલન કંપનીને સેમસંગ 5.4 ઇંચ અને 6.7 ઈંચની OLED ડિસ્પ્લે સપ્લાય કરશે. તાજેતરમાં આઇફોનમાં ચાઈનીઝ કંપની BOEના OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેઇજિંગની BOE કંપની વર્ષ 1993થી કાર્યરત છે. આ કંપની ટીવી, સ્માર્ટફોન સહિતના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ માટે સ્ક્રીન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2020માં એપલ આઈફોન 12ને 5.4, 6.1 અને 6.7 ઈંચની ડિસ્પ્લે સાઈઝમાં લોન્ચ કરશે. આ તમામ સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લનો ઉપયોગ કરવામા આવશે. સેમસંગની OLED ડિસ્પ્લેમાં ટચ ફંક્શન બિલ્ટ ઈન હશે.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી