તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Teaser Of Motorola's Upcoming Smartphone 'Moto G8' Leaked, Can Have 48 Megapixel Camera

મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન 'મોટો G8'નું ટીઝર લીક થયું, 48 મેગાપિક્સલનો કેમેરા હોઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'મોટો G8'માં 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે
  • આ અપકમિંગ ફોનની કિંમત રૂ. 13,999ની આસપાસ હોઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ મોટોરોલાએ ગત મહિને 'મોટો G8 પ્લસ' અને 'મોટો G8 પ્લે' સ્માર્ટફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્ય હતા. કંપની હવે G8 સિરીઝમાં નવો સ્માર્ટફોન ‘મોટો G8’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ફોનનો ટીઝર વીડિયો લીક થયો છે. વીડિયોમાં ફોનની નવી ડિઝાઇન, કલર ઓપ્શન અને કેમેરા સેટઅપની માહિતી આપવામાં આવી છે. આ ફોનનો લુક ‘મોટો G8 પ્લે’ સાથે મળતો આવે છે.


નવા સ્માર્ટફોન અને ટેબ્લેટની ડિઝાઈન્સ લીક કરવામાં માસ્ટરી ધરાવતા અમેરિકન ટેક્નોલોજી બ્લોગર ઈવાન બ્લાસે 'મોટો G8'નું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં 48MPનો પ્રાઈમરી  કેમેરા આપવામાં આવી શકે છે. કેમેરા સેટઅપમાં અલ્ટ્રા વાઈડ મોડ પણ મળી શકે છે.


ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. લીક થયેલાં ટીઝર મુજબ ફોનનાં રેડ, બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.


સિક્યોરિટી માટે ફોનમાં ઈન બિલ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. ફોનમાં એક્સલરોમીટર, પ્રોક્સિમિટી અને કંપાસ જેવાં સેન્સર પણ આપવામાં આવી શકે છે.


કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ સહિત 3.5mmના ઓડિયો જેકની સુવિધા મળશે. ભારતમાં 'મોટો G8 પ્લસ'ની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે. તેથી નવા અપકમિંગ ફોનની કિંમત પણ તેની આસપાસ હોઈ શકે છે.
 

અન્ય સમાચારો પણ છે...