ટીઝર / ડાયમંડ શેપ કેમેરા સેટઅપવાળા સ્માર્ટફોન 'વિવો S5'ની ટીઝર ઇમેજ લોન્ચ થઈ, 14 નવેમ્બરે ફોન લોન્ચ થઈ શકે છે

Teaser image of smartphone 'Vivo S5' launched with Diamond Shape Camera setup
Teaser image of smartphone 'Vivo S5' launched with Diamond Shape Camera setup

  • ટીઝર ઇમેજ મુજબ ફોનમાં પંચ હોલ કેમેરા સાથેની ફુલ સ્ક્રીન ડિઝાઇન આપવામાં આવી છે
  • ફોનની બેક પેનલમાં લાઈટ બ્લૂ શેડ અને કોર્નરમાં લાઈટ પિન્ક શેડ જોવા મળી રહ્યો છે

Divyabhaskar.com

Nov 08, 2019, 09:08 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવોના અપકમિંગ સ્માર્ટફોન વિવો S5ની ટીઝર ઇમેજ લોન્ચ થઈ છે. કંપની આ ફોનને 14 નવેમ્બરે લોન્ચ કરી શકે છે. ટીઝર મુજબ ફોનમાં બેક પેનલમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. આ સેટઅપને ડાયમંડ શેપ આપવામાં આવ્યો છે, જેમાં 3 કેમેરા અને LED ફ્લેશ લાઈટ સામેલ છે.

ટીઝર ઇમેજ મુજબ ફોનમાં પંચ હોલ કેમેરા સાથેની ફુલ સ્ક્રીન ડિઝાઇન આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ટીઝર પરથી આ ફોનનો લુક સ્ટાઈલિશ નજરે પડે છે. ફોનમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. ફોનની બેક પેનલમાં લાઈટ બ્લૂ શેડ અને કોર્નરમાં લાઈટ પિન્ક શેડ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.

X
Teaser image of smartphone 'Vivo S5' launched with Diamond Shape Camera setup
Teaser image of smartphone 'Vivo S5' launched with Diamond Shape Camera setup

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી