લીક / ઓપોના અપકમિંગ સ્માર્ટફોન 'ઓપો રેનો 3'નાં સ્પેસિફિકેશન લીક થયાં

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • આ ફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે અને 4,500mAhની બેટરી આપવામાં આવી શકે છે
  • રેમ અને સ્ટોરેજ પ્રમાણે ફોનનાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે

Divyabhaskar.com

Nov 07, 2019, 06:02 PM IST

ગેજેટ ડેસ્કઃ ઓપો કંપની વર્ષ 2019 પૂરું થતાં પહેલાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ડિસેમ્બરમાં કંપની ભારતમાં 'ઓપો રેનો S' લોન્ચ કરવાની તૈયારીમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2019ના અંત સુધીમાં 'ઓપો રેનો 3' સ્માર્ટફોન પણ લોન્ચ થઇ શકે છે. આ ફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે અને 4,500mAhની બેટરી આપવામાં આવી શકે છે.

'ઓપો રેનો 3'નાં લીક થયેલાં સ્પેસિફિકેશન પ્રમાણે ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 735 પ્રોસેસર આપવામાં આવી શકે છે, આ ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરી શકે છે.

ફોનમાં 6.5 ઇંચની ફુલ HD+ AMOLED અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. 'ઓપો રેનો 2'ને મળેલી સફળતાને જોઈને કંપની આ ફોનમાં પણ ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ આપી શકે છે.

લીક થયેલાં સ્પેસિફિકેશન પ્રમાણે ફોનમાં 60MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવી શકે છે. આ ફોનમાં 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,500mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે.

રેમ અને સ્ટોરેજ પ્રમાણે ફોનનાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે આ ફોનનાં લોન્ચિંગ, કિંમત અને સ્પેસિફિકેશન વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી