લોન્ચિંગ / ટ્રિપલ રિઅર કેમેરા સાથે 'Sony Xperia 5' લોન્ચ, તેમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે

Sony Xperia 5 launches with triple rear camera, has Snapdragon 855 processor

  • આઈએફએ 2019 ટેકશો દરમિયાન 'Sony Xperia 5' લોન્ચ કરવામાં 
  • યુરોપના માર્કેટમાં સોની એક્સપીરિયા 5નું બુકિંગ શરૂ થશે
  • ફોન બ્લેક, રેડ, બ્લૂ અને ગ્રે કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ હશે

Divyabhaskar.com

Sep 07, 2019, 06:34 PM IST

ગેજેટ ડેસ્ક. બર્લિનમાં યોજાયેલા આઈએફએ 2019 ટેકશો દરમિયાન 'Sony Xperia 5' લોન્ચ કરવામાં આવ્યો. સોની એક્સપીરિયા 5માં 21:9 સિનેમા વાઈડ આસ્પેક્ટ રેશિયો, ત્રણ રિઅર કેમેરા, સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. એક્સપીરિયા 5 હેન્ડસેટ એક્સપીરિયા 1નું કોમ્પેક્ટ વર્ઝન છે. તેમાં 3,140mAhની ક્ષમતા ધરાવતી બેટરી તથા ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ફોનનું વેચાણ ઓક્ટોબરથી શરૂ થશે. આવતા સપ્તાહે યુરોપના માર્કેટમાં સોની એક્સપીરિયા 5નું બુકિંગ શરૂ થશે. જો કે, હજુ સુધી ફોનની કિંમત અંગે કોઈ જાણકારી નથી. આ ફોન બ્લેક, રેડ, બ્લૂ અને ગ્રે કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

ડ્યૂઅલ સિમ સોની એક્સપીરિયા 5 એન્ડ્રોઈડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેમાં 6.1 ઈંચની ફુલ HD+(1080x2520 પિક્સલ) OLED ડિસ્પ્લે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 21:9 છે. તેના પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શન છે. ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ટિગ્રેટેડ એક્સ 24 એલટીઇ મોડેમ સાથે, 6GB રેમ છે. ઈનબિલ્ટ સ્ટોરેજ 128GB છે, તેને માઈક્રોએસડીની મદદથી 512GB સુધી વધારી શકાય છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો, સોની એક્સપીરિયા 5માં ત્રણ રિઅર કેમેરા છે. તેમાં 12 મેગાપિક્સલના ત્રણ સેંસર્સ છે. કેમેરા સેટઅપ સુપર વાઈડ-એંગલ સેંસર અને 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. ફોન 4K HDR મૂવી રેકોર્ડિંગ, રો નોઇઝ રિડક્શન, 5x ડિજિટલ ઝૂમ, એચડીઆર ફોટોગ્રાફી, હાઈબ્રિડ ઓટોફોકસ, 3D ક્રિએટર અને બોકે ઈફેક્ટ જેવાં કેમેરા ફીચર છે. તેમાં f/2.0 અપર્ચર સાથેનું 8 મેગાપિક્સલનું સેલ્ફી કેમેરા સેંસર છે. સેલ્ફી કેમેરા એચડીઆર, સ્ટેડીશોટ, પોટ્રેટ સેલ્ફી ઈફેક્ટ્સ, ડિસ્પ્લે ફ્લેશ અને 3D ક્રિએટર જેવાં ફીચર્સથી સજ્જ છે.

ફોનની બેટરી 3,140mHaની છે. તેનું ડાઈમેન્શન 158x68x8.2 મિલીમીટર છે અને વજન 164 ગ્રામ. સોની એક્સપીરિયા 5માં ક્નેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5, યૂએસબી ટાઈપ-સી, જીપીએસ+ ગ્લોનાસ, એનએફસી અને ગૂગલ કાસ્ટ સામેલ છે.

X
Sony Xperia 5 launches with triple rear camera, has Snapdragon 855 processor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી