ઈનોવેટિવ / સાન ફ્રાન્સિસ્કોની ઈન્ડિગોગો કંપનીએ ડિસ્પ્લે, સ્પીકર અને પાવરબેંકની સુવિધાથી સજ્જ ‘કીબેક’ બેગ રજૂ કર્યું

San Francisco's Indiegogo Company Launches 'KEEBACK' Bag with Display, Speaker and Powerbank Features
San Francisco's Indiegogo Company Launches 'KEEBACK' Bag with Display, Speaker and Powerbank Features

  • બેગમાં હેવી બાસ ધરાવતા 10 વૉટના સ્પીકર આપવામાં આવ્યાં છે
  • બેગમાં 13 ઇંચના લેપટોપ સાથે ટેબ્લેટ, સ્માર્ટફોન સહિત અનેક સામાન એકસાથે મૂકી શકાય છે

Divyabhaskar.com

Jan 24, 2020, 05:14 PM IST

ગેજેટ ડેસ્કઃ સાન ફ્રાન્સિસ્કોની ક્રાઉડ ફંડિંગ ઇનોવેશન સ્ટાર્ટઅપ ઈન્ડિગોગોએ એક અનોખું બેગ રજૂ કર્યું છે. આ બેગને ‘કીબેક’ નામ આપવામાં આવ્યું છે. આ બેગમાં ડિસ્પ્લે, ફોન ચાર્જિંગ પોઇન્ટ અને સ્પીકર્સ સહિતનાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનું પ્રિ-બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

એસ્થેટિક ડિઝાઇન: આ બેગમાં ગીઝર જેવી ડિઝાઇન આપવામાં આવી છે. આ બેગની ફ્રન્ટ સાઈડમાં પ્લાસ્ટિક બોડી આપવામાં આવી છે. ફ્રન્ટ સાઈડ પર ડિસ્પ્લે અટેચ કરવામાં આવી છે. આ બેગમાં 13 ઇંચના લેપટોપ સાથે ટેબ્લેટ, સ્માર્ટફોન સહિત અનેક સામાન એકસાથે મૂકી શકાય છે. બેગનાં બ્લૂ, બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યા છે.

ફ્લેક્સિબલ RGB ડિસ્પ્લે: બેગની ફ્રન્ટ સાઈડ પર વર્ટિકલ પોઝિશનમાં RGB (રેડ, ગ્રીન અને બ્લૂ) ડિસ્પ્લે આપવામાં આવી છે. તે 1044 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે. આ ડિસ્પ્લેમાં એનિમેશન, ટેક્સ્ટ, મ્યૂઝિક સ્પેટ્રોમીટર સહિતની માહિતી જોઈ શકાય છે.

બાસ સ્પીકર: આ બેગમાં હેવી બાસ ધરાવતા 10 વૉટના સ્પીકર આપવામાં આવ્યાં છે. આ સ્પીકરને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે.
પાવર બેંક: બેગમાં 13600mAhની 4X પેનાસોનિક NCR18650B બેટરી આપવામાં આવી છે. તેનાથી ડિસ્પ્લે અને સ્પીકર કાર્યરત થાય છે. આ સિવાય સ્માર્ટફોન, ટેબ્લેટ સહિતના ગેજેટ્સને પણ ચાર્જ કરી શકાય છે.

GPS ટ્રેકર: બેગને સ્માર્ટફોન એપની મદદથી કનેક્ટ કરી શકાય છે. ત્યારબાદ બેગનાં લોકેશનને સરળતાથી ટ્રેક કરી શકાય છે. તેથી બેગ ચોરી થઈ જાય અથવા તો ખોવાઈ જાય ત્યારે યુઝર બેગને સરળતાથી ટ્રેક કરી શકે છે.

ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ: બેગમાં 13600mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. બેગમાં રહેલાં બટનથી ડિસ્પ્લે ઓન/ઓફ કરી શકાય છે. બેગનું વજન 1.9 કિલોગ્રામ છે.

X
San Francisco's Indiegogo Company Launches 'KEEBACK' Bag with Display, Speaker and Powerbank Features
San Francisco's Indiegogo Company Launches 'KEEBACK' Bag with Display, Speaker and Powerbank Features
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી