લીક / સેમસંગનો અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી S11 ફેબ્રુઆરી 2020માં લોન્ચ થઈ શકે છે

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

ફોનને 3 ડિસ્પ્લે સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે છે
કંપનીએ બ્રાઇટ નાઈટ કેમેરા સેન્સરની પેટન્ટ ફાઈલ કરાવી છે

Divyabhaskar.com

Dec 01, 2019, 11:40 AM IST

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી S11ના લોન્ચિંગ પહેલાં જ તેની તસવીરો અને સ્પેસિફિકેશન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. કંપની આ સમાર્ટફોનને વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં લોન્ચ કરી શકે છે. આ ફોનને 3 ડિસ્પ્લે સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેમસંગના અપકમિંગ ફોનમાં સેકન્ડ જનરેશન 108MPનો રિઅર કેમરા આપવામા આવી શકે છે. LetsGoDigital વેબસાઈટ અનુસાર કેમેરામાં બ્રાઇટ નાઈટ કેમેરા સેન્સર આપવામાં આવશે.

કંપનીએ બ્રાઇટ નાઈટ કેમેરા સેન્સરની પેટન્ટ ફાઈલ કરાવી છે. કંપનીના આ કેમેરા સેન્સરથી ગૂગલ, હુવાવે અને એપલના કેમેરાને સારી એવી ટક્કર મળશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અપકમિંગ સ્માર્ટફોનમાં અલ્ટ્રાહાઇ રિઝોલ્યુશન હાઈ ઝૂમ રેકોર્ડિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. જોકે આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી