કન્ફર્મ / સેમસંગનો અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી S10 લાઈટ’ 23 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે

Samsung's upcoming smartphone 'Galaxy S10 Lite' launches in India on January 23
Samsung's upcoming smartphone 'Galaxy S10 Lite' launches in India on January 23

  • ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે સેન્સર અને કેમેરા ફેસ અનલોક ફીચર સામેલ

Divyabhaskar.com

Jan 12, 2020, 12:15 PM IST

ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપનીએ ગત અઠવાડિયે ‘ગેલેક્સી S10 લાઈટ’ અને ‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ સ્માર્ટફોનને ગ્લોબલી લોન્ચ કર્યા હતા. તેમાંથી ‘ગેલેક્સી S10 લાઈટ’ સ્માર્ટફોનને ભારતમાં 23 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. પકાર્ટ પર રજૂ થયેલાં ટીઝર પરથી આ વાત કન્ફર્મ થઈ છે. જોકે ટીઝરમાં તેની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને ટ્રિપલ રિઅર કેમેરા મળશે.

‘ગેલેક્સી S10 લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ ઇન્ફિનિટી O (ઓ) સુપર AMOLED પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ છે. ફોનમાં પાતળું બેઝલ અને રાઉન્ડ કોર્નર આપવામાં આવ્યું છે. આ ફોન સાથે ‘S’ પેન મળશે, જે બ્લુટૂથ લૉ-એનર્જી, મલ્ટિ મીડિયા કન્ટ્રોલ, પિક્ચર ક્લિકિંગ, એર કમાન્ડ જેવાં ફીચરને સપોર્ટ કરશે.
  • ફોનમાં 64બિટ 7nm ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવશે
  • ફોનમાં 48MPના પ્રાઈમરી લેન્સ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12MPનો 123 ડિગ્રી વ્યૂ ધરાવતો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરતી 4,500mAh ની બેટરી આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે સેન્સર અને કેમેરા ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇનબિલ્ટ 128GBનું સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
X
Samsung's upcoming smartphone 'Galaxy S10 Lite' launches in India on January 23
Samsung's upcoming smartphone 'Galaxy S10 Lite' launches in India on January 23

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી