• Home
  • Utility
  • Gadgets
  • Samsung launches S Series 3 smartphones Galaxy S20, Galaxy S20 + and Galaxy S20 Ultra

લોન્ચ / સેમસંગે S સિરિઝના 3 સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રા લોન્ચ કર્યા

Samsung launches S Series 3 smartphones Galaxy S20, Galaxy S20 + and Galaxy S20 Ultra

  • સ્માર્ટફોન્સમાં 150Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે, 5G કનેક્ટિવિટી અને 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે
  • સ્માર્ટફોન્સ નું વેચાણ 6 માર્ચથી ઓફિશિયલ વેબસાઈટ પરથી શરૂ થશે

Divyabhaskar.com

Feb 13, 2020, 12:19 PM IST

ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન કંપની સેમસગે ‘S’ સિરીઝનાં 3 સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રા લોન્ચ કર્યા છે. આ તમામ સ્માર્ટફોનનાં LTE અને 5G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્માર્ટફોન્સમાં 150Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે, 5G કનેક્ટિવિટી અને 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે. આ તમામ સ્માર્ટફોન્સ નું વેચાણ 6 માર્ચથી શરૂ કરવામાં આવશે. સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર ફોનનું પ્રિબુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

વેરિઅન્ટ અને કિંમત
ગેલેક્સી S20 5G
: $999 (આશરે 71,300 રૂપિયા)
ગેલેક્સી S20+ 5G: $1,199 (આશરે 85,000 રૂપિયા)
ગેલેક્સી S20 અલ્ટ્રા 5G: $1,399 (આશરે 99,800 રૂપિયા)


કલર વેરિઅન્ટ
ગેલેક્સી S20: કોસ્મિક ગ્રે, ક્લાઉડ ગ્રે, ક્લાઉડ પિન્ક
ગેલેક્સી S20+: કોસ્મિક ગ્રે, કોસ્મિક બ્લેક, કોસ્મિક બ્લૂ
ગેલેક્સી S20 અલ્ટ્રા: કોસ્મિક ગ્રે, કોસ્મિક બ્લેક,

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/LTE, MP3, M4A, 3GA, AAC, OGG, OGA, Wi-Fi 802.11, વાઇફાઇ 5.0, GPS, USB ટાઈપ-સી પોર્ટ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ રેક્ગનાઈઝ ટેક્નોલોજી આપવામાં આવી છે.

‘સેમસંગ ગેલેક્સી S20’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.2 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ (3200 X 1440 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર ઓક્ટાકોર પ્રોસેસર
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB એક્સપાન્ડેબલ 1TB
રિઅર કેમેરા 64MP + 12MP +12MP
ફ્રન્ટ કેમેરા 10MP
બેટરી 4000mAh

‘સેમસંગ ગેલેક્સી S20+’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.7 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ (3200 X 1440 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર ઓક્ટાકોર પ્રોસેસર
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB/512GB
રિઅરકેમેરા 64MP + 12MP + 12MP
ફ્રન્ટ કેમેરા 10MP
બેટરી 4500mAh


‘સેમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.9 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+ AMOLED ઇન્ફિનિટી ઓ(3200 X 1440 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર ઓક્ટાકોર પ્રોસેસર
રેમ 16GB/12GB
સ્ટોરેજ 128GB/256GB/512GB
રિઅર કેમેરા 108MP + 48MP + 12MP
ફ્રન્ટ કેમેરા 40MP
બેટરી 5000mAh



X
Samsung launches S Series 3 smartphones Galaxy S20, Galaxy S20 + and Galaxy S20 Ultra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી