તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Samsung Galaxy A70s With 64 Megapixel Triple Rear Camera Setup Launched In India: Price, Specifications, Offers

સેમસંગે 64MP કેમેરાનો પ્રથમ સ્માર્ટફોન ગેલેક્સી A70s લોન્ચ કર્યો, કિંમત 28,999 રૂપિયાથી શરુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ શુક્રવારે ગેલેક્સી એ સિરીઝનો લેટેસ્ટ ફોન ગેલેક્સી A70s લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોને ભારતના માર્કેટમાં પોતાનું પ્રથમ ગ્લોબલ ડેબ્યૂ કર્યું છે. આ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. સેલ્ફી લેવા માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફોન છે. ફોનમાં 4500 mAhની બેટરી છે. 
કંપનીએ આ ફોનના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. ગ્રાહકો આ ફોનને ક્રશ રેડ, પ્રિઝ્મ ક્રશ બ્લેક અને પિઝ્મ ક્રશ વ્હાઇટ કલરમાં ખરીદી શકશે. આ બંને વેરિઅન્ટનું વેચાણ આજથી એટલે કે 28 સપ્ટેમ્બરથી શરુ થઈ ગયું છે. 

6 GB રેમ + 128 GB સ્ટોરેજ 28,999 રૂપિયા
8 GB રેમ + 128 GB સ્ટોરેજ30,999 રૂપિયા

ગેલેક્સી A70s ફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.7 ઇંચ
ડિસ્પ્લે ટાઈપફુલ એચડી પ્લસ,  1080x2400 રિઝોલ્યુશન, સુપર એમોલ્ડ ડિસ્પ્લે
સિમ ટાઈપડ્યુઅલ નેનો ટાઈપ
ઓએસવનટચ યુઆઈ વિથ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસરઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 675
રેમ6 GB/ 8 GB
સ્ટોરેજ128 GB
રિઅર કેમેરા64 MP+ 8MP + 5MP
ફ્રન્ટ કેમેરા32MP
સિક્યોરિટીઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર
બેટરી4500 mAh બેટરી વિથ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
અન્ય સમાચારો પણ છે...