અપકમિંગ / ભારતમાં સેમસંગ Galaxy A50s સ્માર્ટફોન 11 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે

Samsung Galaxy A50s smartphone to launch in India on September 11

  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા હશે
  • ફોનની કિંમત વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી

Divyabhaskar.com

Sep 10, 2019, 11:27 AM IST

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ Galaxy A50s ને બુધવારે એટલે કે 11 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયાની કંપનીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નવા ફોનનું ટીઝર પોસ્ટ કર્યું છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં ફુલ એચડી+સુપર એમોલ્ડ ઇન્ફિનિટી ડિસ્પ્લે છે. આવનારા દિવસોમાં કંપની સેમસંગ ગેલેક્સી એ20 પણ લોન્ચ કરી શકે છે.

લોન્ચને લઈને સેમસંગ ઇન્ડિયાએ સોમવારે ટ્વિટર પર એક વીડિયો ટીઝર પોસ્ટ કર્યો હતો, જેમાં ગેલેક્સી એ સિરીઝની સફર બતાવી હતી. આ વીડિયો પ્રમાણે લોન્ચ ઇવેન્ટ 11 સપ્ટેમ્બરે યોજાશે. જો કે કંપનીએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે આ દિવસે કયો ફોન લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ, સેમસંગે હાલમાં જ સોશિયલ મીડિયા પર Galaxy A50sની કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. આ પરથી કહી શકાય કે કંપની બુધવારે આ જ ફોન ભારતમાં લોન્ચ કરવાની છે.

સેમસંગ Galaxy A50sના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.40 ઇંચ
ફ્રન્ટ કેમેરા 32 મેગાપિક્સલ
રિઅર કેમેરા 48 મેગાપિક્સલ+5 મેગાપિક્સલ+ 8 મેગાપિક્સલ
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
બેટરી કેપેસીટી 4000 mAh
ઓએસ એન્ડ્રોઇડ
રિઝોલ્યુશન​​​​​​​ 1080


X
Samsung Galaxy A50s smartphone to launch in India on September 11
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી