• Home
  • Utility
  • Gadgets
  • Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'

આર્ટ પ્લસ ટેક્નોલોજી / સેમસંગ કંપનીએ અમેરિકાની ફેશન બ્રાન્ડ ‘થોમ બ્રાઉન’એ ડિઝાઈન કરેલો ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોન રજૂ કર્યો

Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'

  • યુઝરને આ ફોન સાથે ગેલેક્સી ગેલેક્સી બડ્સ+, લેધર કેસ અને ગેલેક્સી વોચ એક્ટિવ 2 મળશે
  • હાલ કંપનીને આ સ્માર્ટફોનના લિમિટેડ મોડલ તૈયાર કર્યા છે
  • સેમસંગે ફોનની કિંમતની લઈને કોઈ ખુલાસો કર્યો નથી

Divyabhaskar.com

Feb 12, 2020, 03:55 PM IST

ગેજેટ ડેસ્ક: કોરિયન ટેક કંપની સેમસંગે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ગેલેક્સી અનપેક્ડ 2020 ઈવેન્ટમાં ટોમ બ્રાઉન એડિશનનો ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનની ડિઝાઈન અમેરિકાની ફેમસ ફેશન બ્રાન્ડ થોમ બ્રાઉને તૈયાર કરી છે. ઓફિશિયલ રીતે આ ફોન માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ફોનની સ્ક્રીન પર થોમ બ્રાઉન કંપનીનું વોલપેપર છે.

આર્ટ અને ટેક્નોલોજીનો સમન્વય
સેમસંગ ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનની સાથે કંપની ગેલેક્સી બડ્સ+, લેધર કેસ અને ગેલેક્સી વોચ એક્ટિવ 2 પણ આપશે. વોચમાં ગ્રે કલરની લેધર સ્ટ્રેપ છે. આ દરેક પ્રોડક્ટ પર થોમ બ્રાઉન કંપનીનો ઓફિશિયલ લોગો પણ છે.લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન થોમ બ્રાઉન કંપનીના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બે કંપનીએ ભેગા મળીને શાનદાર ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોન તૈયાર કર્યો છે. આ ફોન આર્ટ અને ટેક્નોલોજીનો સમન્વય છે.

14 ફેબ્રુઆરીથી પ્રિ-બુકીંગ શરૂ
હાલ થોમ બ્રાઉન એડિશનનો આ સ્માર્ટફોન લિમિટેડ ક્વોન્ટિટીમાં સ્પેશિયલ માર્કેટમાં જ ઉપલબ્ધ છે. ‘ગેલેક્સી Z ફ્લિપ’નો પ્રિ-ઓર્ડર 14 ફેબ્રુઆરીથી શરુ થશે. આ ફોન લેવા ઈચ્છતા યુઝર સેમસંગ અને થોમ બ્રાઉન કંપની પર બુક કરાવી શકશે. કંપનીએ હાલ તેની કિંમતને લઈને પણ કોઈ ખુલાસો કર્યો નથી.

સેમસંગ ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.70 ઈંચ
પ્રોસેસર સેમસંગ Exynos 990
ફ્રન્ટ કેમેરા 10 MP
રિઅર કેમેરા 12 MP+ 64 MP+ 12 MP
રેમ 8GB
સ્ટોરેજ 128GB
OS Android 10
રિઝોલ્યુશન 1440x3200 pixels
બેટરી કેપેસિટી 4500mAh
X
Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'
Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'
Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'
Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'
Samsung company launches Galaxy Z Flip smartphone designed by American fashion brand 'Thom Browne'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી