તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Samsung Company Launches Galaxy Note Lite 10 And Galaxy S10 Smartphones Of Galaxy Series

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમસંગ કંપનીએ ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોન ‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ અને ‘ગેલેક્સી S10 લાઈટ’ લોન્ચ કર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બન્ને સ્માર્ટફોનમાં ઇન્ફિનિટી O ડિસ્પ્લે અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
 • ‘ગેલેક્સી s10 લાઈટ’માં 48MPના પ્રાઈમરી લેન્સ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
 • ‘ગેલેક્સી નોટ 10 લાઈટ ’નાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 12MPના વિવિધ લેન્સ સામેલ છે
 • ‘ગેલેક્સી નોટ 10 લાઈટ ’માં ‘S’ પેન મળશે, જે બ્લુટૂથ લૉ-એનર્જી, મલ્ટિ મીડિયા કન્ટ્રોલ, પિક્ચર ક્લિકિંગ ફીચરને સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપની સેમસંગે તેના ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોન ‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ અને ‘ગેલેક્સી S10’ લોન્ચ કર્યા છે. આ ફોનને લાસ વેગસમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શૉ CES 2020માં લોન્ચ કરવાના હતા ,પરંતુ તેને પહેલાં જ લોન્ચ  કરી દેવામાં આવ્યાં છે. બન્ને સ્માર્ટફોનમાં ઇન્ફિનિટી O (ઓ) ડિસ્પ્લે અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. CES 2020 ઇવેન્ટમાં આ ફોનની કિંમત અને વેચાણ વિશે કંપની સ્પષ્ટતા કરી શકે છે.

‘ગેલેક્સી S10 લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ગેલેક્સી S10 લાઈટ
ગેલેક્સી S10 લાઈટ
 • આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ ઇન્ફિનિટી O (ઓ) સુપર AMOLED પંચ હોલ ડિસ્પ્લે ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1080 x 2400 છે. ફોનમાં પાતળું બેઝલ અને રાઉન્ડ કોર્નર આપવામાં આવ્યું છે.
 • ફોનમાં 64 બિટ 7nm ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ક્લોક સ્પીડ 2.8GHz છે. જોકે તેમાં એક્સિનોસ અથવા કવૉલકોમમાંથી કયું પ્રોસેસર આપવામાં આવ્યું છે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ફોનનાં 8GBરેમ અને 6GB રેમ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
 • ફોનમાં 48MPના પ્રાઈમરી લેન્સ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12MPનો 123 ડિગ્રી વ્યૂ ધરાવતો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
 • ફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફ્રન્ટમાં કેમેરા ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇનબિલ્ટ 128GBનું સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

‘ગેલેક્સી નોટ 10 લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ગેલેક્સી નોટ 10 લાઈટ
ગેલેક્સી નોટ 10 લાઈટ
 • આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ ઇન્ફિનિટી O (ઓ) સુપર AMOLED પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ છે. ફોનમાં પાતળું બેઝલ અને રાઉન્ડ કોર્નર આપવામાં આવ્યું છે. આ ફોન સાથે ‘S’ પેન મળશે, જે બ્લુટૂથ લૉ-એનર્જી, મલ્ટિ મીડિયા કન્ટ્રોલ, પિક્ચર ક્લિકિંગ, એર કમાન્ડ જેવાં ફીચરને સપોર્ટ કરશે.
 • ફોનમાં 10nm ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ક્લોક સ્પીડ 2.7GHz છે, જોકે આ પ્રોસેસર એક્સિનોસ છે કે ક્વૉલકોમ તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
 • ફોનમાં 12MP (ડ્યુઅલ પિક્સલ ઓટોફોક્સ લેન્સ) + 12MP (વાઈડ એંગલ લેન્સ) + 12MP (ટેલિફોટો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
 • ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરતી 4,500mAh ની બેટરી આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે સેન્સર અને કેમેરા ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇનબિલ્ટ 128GBનું સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો