વેચાણ / રેડમી નોટ 8 સિરિઝનાં સ્માર્ટફોન્સનું વેચાણ શરૂ કરવામાં આવ્યું, ઈ-કોમર્સ સાઈટ અને Mi સ્ટોરથી ખરીદી કરી શકાશે

Redmi Note 8 Series smartphones sale start, can be purchased through e-commerce site and Mi store

  • સ્માર્ટફોનની ખરીદી ઈ-કોમર્સ સાઈટ એમેઝોન, mi સ્ટોર અને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાય છે
  • એમેઝોન પર સ્માર્ટફોનની ખરીદી પર ‘નો કોસ્ટ EMI‘ની સુવિધા આપવામાં આવી રહી છે
  • ‘રેડમી નોટ 8’નાં મૂન લાઈટ વ્હાઇટ, નેપ્ચ્યુન બ્લૂ અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે

Divyabhaskar.com

Oct 21, 2019, 05:15 PM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમીએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રેડમી નોટ 8’ અને ‘રેડમી 8 પ્રો’નું વેચાણ ભારતમાં શરૂ કર્યું છે. બન્ને સ્માર્ટફોનની ખરીદી ઈ-કોમર્સ સાઈટ એમેઝોન, mi સ્ટોર અને કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાય છે. કંપનીએ ‘રેડમી નોટ 8‘નાં 2 વેરિઅન્ટ અને ‘રેડમી નોટ 8 પ્રો’નાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

‘રેડમી નોટ 8’માં 48MPનો પ્રાઈમરી કેમેરા, વોટરડ્રોપ ડિસ્પ્લે અને ડેડિકેટેડ માઈક્રો SD કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે. ‘રેડમી નોટ 8 પ્રો’માં 64MP કેમેરા, 4500 mAhની બેટરી આપવામાં આવી છે. ઇનબિલ્ટ એમેઝોન એલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ સાથેનો ‘રેડમી નોટ 8 પ્રો‘ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે.

લોન્ચિંગ ઓફર
એમેઝોન પર આ બંને સ્માર્ટફોન પર એક જેવી ઓફર મળી રહી છે. સ્માર્ટફોનની ખરીદી પર ‘નો કોસ્ટ EMI‘ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય Axis બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
લોન્ચિંગ ઓફર અંતર્ગત એરટેલનાં 249 અને 349 રિચાર્જ પર ડબલ ડેટા બેનિફિટ આપવામાં આવી રહ્યું છે.

‘રેડમી નોટ 8‘ની કિંમત અને વેરિઅન્ટ

4 GB રેમ+ 64 GB સ્ટોરેજ : 9,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ : 12,999 રૂપિયા

‘રેડમી નોટ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.39 ઇંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD પ્લસ (1080x2280) ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર વિથ એડ્રિનો 610 જીપીયુ
રેમ 4 GB /6 GB
સ્ટોરેજ 64 GB / 128 GB
રિઅરકેમેરા 48 MP(પ્રાઈમરી)+8MP(120 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ)+2MP(મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 13 MP
બેટરી 4000 mAh વિથ 18W ફાસ્ટ ચાર્જ સપોર્ટ

આ ફોનનાં મૂન લાઈટ વ્હાઇટ, નેપ્ચ્યુન બ્લૂ અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે.

‘રેડમી નોટ 8 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ

6 GB રેમ+ 64 GB સ્ટોરેજ: 14,999 રૂપિયા
6 GB રેમ+ 128 GB સ્ટોરેજ: 15,999 રૂપિયા
8 GB રેમ+ 128 GB સ્ટોરેજ: 17,999 રૂપિયા

‘રેડમી નોટ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD પ્લસ (1080x2340) પિક્સલ ડિસ્પ્લે, ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
OS એન્ડ્રોઇડ પાઇ
પ્રોસેસર ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો જી90ટી
રેમ 6 GB /8 GB
​​​​​​સ્ટોરેજ ​​​​​​​ 64 GB / 128 GB

રિઅર કેમેરા

64 MP(પ્રાઈમરી)+ 8MP(વાઈડ-એંગલ લેન્સ)+ 2MP(અલ્ટ્રા મેક્રો લેન્સ)+2MP(ડેપ્થ લેન્સ)
ફ્રન્ટ કેમેરા 20 MP​​​​​​​

​​​​​​​
‘રેડમી નોટ 8 પ્રો‘નાં ગામા ગ્રીન, હોલો વ્હાઇટ અને શેડો બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.

X
Redmi Note 8 Series smartphones sale start, can be purchased through e-commerce site and Mi store
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી