અપકમિંગ / 64MP રિઅર કેમેરાવાળો દેશનો પ્રથમ સ્માર્ટફોન ‘Realme XT’ 13 સપ્ટેમ્બરે લોન્ચ થશે

'Realme XT' launches on September 13, the country's first smartphone with 64MP rear camera

  • ‘Realme XT’ ભારત અને કંપનીનો 64MP રિઅર કેમેરાવાળો પ્રથમ સ્માર્ટફોન
  • આગામી 13 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ પર આ ફોનનું વેચાણ શરૂ થશે
  • Realme XTમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
  • આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઇ OS છે

Divyabhaskar.com

Sep 08, 2019, 02:00 PM IST

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ‘Realme XT’ સ્માર્ટફોન આગામી 13 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે આ ફોનમાં 64MPનો રિઅર કેમેરા ધરાવતો આ ફોન ભારત અને કંપનીનો પોતાનો પ્રથમ સ્માર્ટફોન છે. રિયલમીના આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે. ફ્લિપકાર્ટ પર આ ફોનનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.

Realme XTમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં 64MPનું સેમસંગ GW1 સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવશે.
આ ફોનમાં 6.4 ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ન્યૂ જનરેશન ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે. આ ફોનના ફ્રન્ટ અને બેક સાઈડમાં મેટલ ફ્રેમ સાથે ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

આ ફોનમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે, જેમાં VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન 4GB/6GB/8GBની રેમ અને 64GB/128GB સ્ટોરેજના વેરિઅન્ટમાં લોન્ચ થશે. આ ફોનને પર્લ વ્હાઇટ અને પર્લ બ્લૂ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

X
'Realme XT' launches on September 13, the country's first smartphone with 64MP rear camera
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી