સેલ / ફ્લિપકાર્ટ પર ઓપન સેલમાં રિઅલમી X2 પ્રોનું વેચાણ શરૂ, શરૂઆતની કિંમત ₹ 29,999

Realme X2 Pro starts selling in open sale on Flipkart, starting price ₹ 29,999

  • ફોનનું વેચાણ શુક્રવારે રાતે 12 વાગ્યા સુધી કંપનીના બ્લેક ફ્રાઈડે સેલ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે
  • સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને 90 હર્ટ્ઝ રિફ્રેશરેટવાળી સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે

Divyabhaskar.com

Nov 29, 2019, 04:32 PM IST

ગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપનીના તાજેતરમાં લોન્ચ થયેલાં રિઅલમી X2 પ્રો સ્માર્ટફોનનું વેચાણ 24 કલાક માટે ઓપન સેલમાં કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનને રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ફોનનું વેચાણ શુક્રવારે રાતે 12 વાગ્યા સુધી કંપનીના બ્લેક ફ્રાઈડે સેલ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને 90 હર્ટ્ઝ રિફ્રેશરેટવાળી સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

ભારતમાં ફોનનાં લૂનર વ્હાઇટ અને નેપ્ચ્યુન બ્લૂ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમ કાર્ડને સપોર્ટ કરે છે.

કિંમત
8GB રેમ +128GB સ્ટોટેજ - 29,999 રૂપિયા
12GB રેમ + 256GB સ્ટોરેજ -33,999 રૂપિયા

ઓફર
ફ્લિપકાર્ટ પર HDFC બેંકથી ફોનની ખરીદી પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને SBIનાં ડેબિટ કાર્ડથી ફોનનીન ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
રિઅલમીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી HDFC બેંકનાં ડેબિટ કાર્ડથી કરવાથી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને જિઓના ગ્રાહકોને 5500 રૂપિયાની કૂપન પણ આપવામાં આવી રહી છે. આ સાથે અનેક ઓફર આપવામાં આવી રહી છે.

રિઅલમી X2 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080x2400) સુપર AMOLED
OS કલર ઓએસ 6.1 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર
રેમ 8GB/12GB
સ્ટોરેજ 128GB/256GB
રિઅર કેમેરા 64MP+13MP+8MP+2MP
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 4000mAh વિથ 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ
ડાયમેંશન 161x75.7x8.7 mm
વજન 199 ગ્રામ

X
Realme X2 Pro starts selling in open sale on Flipkart, starting price ₹ 29,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી