તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિઅલમી કંપની ‘Narzo 10’ અને ‘Narzo 10A’ સ્માર્ટફોન 26 માર્ચે લોન્ચ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે
  • 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે
  • ‘Narzo 10A’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું AI 4 રિઅર કેમેરા સેટઅપ મળશે

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની રિઅલમી રિઅલમી 6 સિરીઝ બાદ હવે ‘Narzo 10’ સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે.કંપનીએ ટીઝર પેજ રિલીઝ કરી આ સિરીઝ 26 માર્ચે લોન્ચ થશે તેની જાણકારી આપી છે. ટીઝર પેજ માં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યાં છે.


ટીઝર પેજ મુજબ, Narzo 10 સિરીઝનાં સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે. બંને ફોનમાં 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનમાં ગેમિંગ માટે A ક્લાસ પ્રોસેર આપવામાં આવશે જોકે તે કયું પ્રોસેસર હશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ સિરીઝનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.


‘Narzo 10’ સ્માર્ટફોનમાં AI ટ્રિપલ રિઅર કેમેરા અને ‘Narzo 10A’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું AI 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.