વેચાણ / ‘રિઅલમી C3’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થયું, પ્રારંભિક કિંમત ₹ 6,999

'Realme C3' smartphone started selling, starting at. 6,999

  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે
  • ફોનનાં બ્લેઝિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં
  • ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હીલિયો G70 AI પ્રોસેસર આપવામાં આવ્યું

Divyabhaskar.com

Feb 14, 2020, 12:02 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ‘રિઅલમી C3’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે. શુક્રવારે બપોરે 12 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર ફોનનું વેચાણ શરૂ થયું છે. ફોનનાં 3GB+ 32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હીલિયો G70 AI પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં બ્લેઝિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

વેરિઅન્ટ અને કિંમત
3GB+ 32GB: 6,999 રૂપિયા
4GB+ 64GB: 7,999 રૂપિયા

ઓફર
ફ્લિપકાર્ટ પરથી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ સિવાય 584 રૂપિયા પ્રતિ માસની ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે અથવા અલગથી ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી. સિક્યોરિટી માટે યુઝર્સે મેન્યુઅલી પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લુટૂથ 5, GPS, A-GPS, VoLTE, 4G, OTG, USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનનું સ્ટોરેજ વધારવા માટે એડિશનલ મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે.

‘રિઅલમી C3’ નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ 720 x 1600 પિક્સલ
પ્રોસેસર ઓક્ટાકોર હીલિયો G70 AI
OS એન્ડ્રોઇડ 10
રેમ 3GB/4GB
સ્ટોરેજ 32GB/64GB એક્સપાન્ડેબલ 256 GB
રિઅર કેમેરા 12MP + 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 5000 mAh
વજન 195 ગ્રામ
સિમ ડ્યુઅલ નેનો સપોર્ટ


X
'Realme C3' smartphone started selling, starting at. 6,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી