‘રિઅલમી C3’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, પ્રારંભિક કિંમત ₹ 6,999

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 3GB+ 32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં
  • ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હીલિયો G70 AI પ્રોસેસર આપવામાં આવ્યું
  • ફોનનું વેચાણ 14 ફેબ્રુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ‘રિઅલમી C3’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 6,999  રૂપિયા છે. ફોનનાં 3GB+ 32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હીલિયો G70 AI પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 14 ફેબ્રુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે.ફોનનાં બ્લેઝિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

વેરિઅન્ટ અને કિંમત 
3GB+ 32GB: 6,999 રૂપિયા 
4GB+ 64GB: 7,999 રૂપિયા 

ઓફર 
ફ્લિપકાર્ટ પરથી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ICICIનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી EMI દ્વારા ફોનની ખરીદી પર પણ 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય 584 રૂપિયા પ્રતિ માસની ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવશે.


ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે અથવા અલગથી ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી. સિક્યોરિટી માટે યુઝર્સે મેન્યુઅલી પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લુટૂથ 5, GPS, A-GPS, VoLTE, 4G, OTG, USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનનું સ્ટોરેજ વધારવા માટે એડિશનલ મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે.

‘રિઅલમી C3’ નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ6.52 ઇંચ
ડિસ્પ્લે ટાઈપHD+ 720 x 1600 પિક્સલ 
પ્રોસેસર  ઓક્ટાકોર હીલિયો G70 AI
OSએન્ડ્રોઇડ 10
રેમ    3GB/4GB
સ્ટોરેજ  32GB/64GB એક્સપાન્ડેબલ 256 GB
રિઅર કેમેરા12MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
બેટરી5000 mAh
વજન  195 ગ્રામ
સિમડ્યુઅલ નેનો સપોર્ટ