તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘રિઅલમી 6 પ્રો’ સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ શરૂ, શરૂઆતની કિંમત 16,999 રૂપિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીના ‘રિઅલમી 6’ સિરીઝના સ્માર્ટફોન ‘રિઅલમી 6 પ્રો’નું ભારતમાં વેચાણ શરૂ થયું છે. આ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે, રિઅલમી UI ઓપરેટિંગ સિસ્ટમ અને 64MP પ્રાઈમરી કેમેરા ધરાવતું 4 રિઅર સેટઅપ આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ ફીચર મળશે. ‘રિઅલમી 6 પ્રો’માં ભારતની નેવિગેશન સિસ્ટમ Navic ઇનબિલ્ટ મળશે. ‘રિઅલમી 6 પ્રો’નાં લાઈટનિંગ બ્લૂ અને લાઈટનિંગ ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યા છે.


આ ફોન ફ્લિપકાર્ટ અને રિઅલમીની વેબસાઈટ અને અમુક ઓફલાઈન સ્ટોર્સ પર અવેલેબલ છે. ફ્લિપકાર્ટ ઉપર વિવિધ ઓફર્સ પણ મળી રહી છે.

ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • 2 સિમ કાર્ડ સ્લોટ અને 1 મેમરી કાર્ડ સ્લોટ મળશે
 • 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ ફીચર મળશે
 • કનેક્ટિવિટી માટે ફોનમાં LTE, GPS, બ્લુટૂથ, વાઇફાઇ 802.11 a/b/g/n/ac, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે

વેરિઅન્ટ અને કિંમત

6GB +64GB16,999 રૂપિયા
6GB +128GB17,999 રૂપિયા
8GB +128GB18,999 રૂપિયા

‘રિઅલમી 6 પ્રો’ના બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ    6.6 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ    FHD+ 2400x1080
OS    રિઅલમી UI
પ્રોસેસર    ઓક્ટાકોર સ્નેપડ્રેગન 720G
રિઅર કેમેરા    64MP (કેમેરા) + 12MP (ટેલિફોટો લેન્સ)+ 8MP (119° અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ ) + 2MP (મેક્રો લેન્સ)
રેમ    6GB/8GB
સ્ટોરેજ    64GB/128GB
બેટરી    4300mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન  202 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો