લીક / સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી S20 પ્લસ’ની તસવીરો લીક થઈ, ફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ મળશે

સૌ. Xdadevelopers
સૌ. Xdadevelopers
સૌ. Xdadevelopers
સૌ. Xdadevelopers

  • ફોનનાં 4G અને 5G વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે
  • ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે
     

Divyabhaskar.com

Jan 13, 2020, 11:39 AM IST

ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપની સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ‘ગેલેક્સી S20 પ્લસ’ ની તસવીરો તેનાં લોન્ચિંગ પહેલાં લીક થઈ છે. આગામી 11 ફેબ્રુઆરીએ સાન ફ્રાંસિસ્કોમાં એક ઇવેન્ટમાં કંપની ‘ગેલેક્સી S20 પ્લસ’ અને ગેલેક્સી ફોલ્ડ 2 લોન્ચ કરવાની છે. Xdadevelopers ટેક ફર્મમાં ટિપ્સર અને લેખક મેક્સ દ્વારા ફોનની તસવીરો લીક કરવામાં આવી છે.

લીક થયેલી તસવીરો મુજબ ફોનમાં ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ તમામ કેમેરા વર્ટિકલ પોઝિશનમાં ગોઠવાયેલા જોવા મળશે. કેમેરા સેટઅપમાં બીજી રૉમાં સૌથી ઉપર LED ફ્લેશ લાઈટ જોવા મળશે.

ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલી તસવીરો ફોનનાં 5G વેરિઅન્ટની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની ફોનનાં 4G અને 5G વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે.

અપકમિંગ સ્માર્ટફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા અને 48MPનો સેકન્ડરી કેમેરા આપવામાં આવશે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર વિથ એક્સિનોસ 990 આપવામાં આવી શકે છે. ફોનમાં 45વૉટનું ફાસ્ટ ચાર્જિંગ અને 120Hz રિફ્રેશરેટવાળી ડિસ્પ્લે મળી શકે છે.

X
સૌ. Xdadevelopersસૌ. Xdadevelopers
સૌ. Xdadevelopersસૌ. Xdadevelopers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી