અપકમિંગ / નોકિયાનો પૉપ-અપ સેલ્ફી કેમેરા અને 8GB રેમનો સ્માર્ટફોન 8.5 5G સ્માર્ટફોન જલ્દી લોન્ચ થશે

Nokia's Pop-up Selfie Camera and 8GB RAM Smartphone 8.5 5G Smartphone to Launch Soon

  • આ ફોનનાં 4GB+ 64GB, 6GB+ 128GB અને 8GB+256GBનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે
  • આ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કવૉલકોમ સ્નેપડ્રેગન 735 પ્રોસેસર આપવામાં આવશે
  • આ ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે

Divyabhaskar.com

Oct 21, 2019, 04:27 PM IST

ગેજેટ ડેસ્કઃ HMD કંપની તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 8.2 જલ્દી લોન્ચ કરશે. આ ફોન નોકિયા 8.1નું અપગ્રેડેડ વર્ઝન છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કવૉલકોમ સ્નેપડ્રેગન 735 પ્રોસેસર આપવામાં આવશે.

આ ફોનમાં ગેમિંગ અને વધારે કાર્યક્ષમતા માટે નેક્સ્ટ જનરેશન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એન્જિન આપવામાં આવ્યું છે.

આ ફોનનાં 4GB+ 64GB, 6GB+ 128GB અને 8GB+256GBનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે.

આ ફોનમાં 32MPનો પૉપ-અપ સેલ્ફી કેમેરા અને 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે.

આ ફોનને નોકિયા 8.1ના અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. નોકિયા 8.1 સ્માર્ટફોન વર્ષ 2018માં લોન્ચ થયો હતો. તેમાં 2.2 ગીગા હર્ટ્ઝનું કવૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું હતું.

એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ બેઝ્ડ નોકિયા 8.1નાં 4GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે.

X
Nokia's Pop-up Selfie Camera and 8GB RAM Smartphone 8.5 5G Smartphone to Launch Soon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી