તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nokia's First 5G Smartphone 'Nokia 8.3 5G' Launches, Gets 64MP Primary Rear Camera And Side mounted Finger Print Sensor

નોકિયાનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘નોકિયા 8.3 5G’ લોન્ચ થયો, 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી
  • ફોનનું પોલાર નાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું

ગેજેટ ડેસ્ક: 5Gના ટ્રેન્ડમાં અનેક કંપનીઓનાં લિસ્ટમાં હવે નોકિયા કંપનીનો પણ સમાવેશ થયો છે. કંપનીએ પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘નોકિયા 8.3 5G’ ગુરુવારે રાતે લોન્ચ કર્યો છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનનું પોલાર નાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનને યુરોપ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે તેને ભારતમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.

કિંમત અને વેરિઅન્ટ
6GB+ 64GB: €599 (આશરે 47,950 રૂપિયા)
8GB+128GB: €649 (આશરે 51,950 રૂપિયા) 


€599 (Approx. Rs 47,950) for the 6GB RAM and 64GB storage model, while the 8GB RAM and 128GB storage variant is priced at €649 (Approx. Rs 51,950).

બેઝિક ફીચર્સ

  • ફોનમાં 64MP પ્રાઈમરી કેમેરા સાથેનું સર્ક્યુલર 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • ફોનમાં ફોટો એડિટ અને કેપ્ચર માટે Zeiss Cinema ફીચર આપવામાં આવ્યું છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, GPS/ A-GPS, NFC, USB ટાઈપ સી, બ્લુટૂથ v5.0, વાઈફાઈ 802.11 a/b/g/n/ac અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.

નોકિયા 8.3 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ:  6.81 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ: IPS LCD 1080 x 2400 પિક્સલ
OS: એન્ડ્રોઈડ 10
પ્રોસેસર: ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G
રિઅર કેમેરા: 64 MP (પ્રાઈમરી કેમેરા) + 12 MP (અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ)+ 2 MP, (મેક્રો લેન્સ) + 2 MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા: 24MP
રેમ: 6GB/8GB
સ્ટોરેજ: 64 GB /128GB
બેટરી: 4500 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન: 220 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...