નોકિયાનો મિડરેન્જ સ્માર્ટફોન ‘નોકિયા 6.2’ ભારતમાં લોન્ચ થયો, એમેઝોન પર વેચાણ શરૂ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને HDR10 ડિસ્પ્લે આપવામાં આવી છે
  • ભારતમાં આ ફોનનાં સિરામિક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે
  • એમેઝોન પરથી HDFC બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

ગેજેડ ડેસ્ક: HMD ગ્લોબલ કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ મિડરેન્જ સ્માર્ટફોન ‘નોકિયા 6.2’ને લોન્ચ કર્યો છે. કંપનીએ ‘નોકિયા 6.2’ અને ‘નોકિયા 7.2’ને આ વર્ષનાં IFA ફેસ્ટિવલમાં લોન્ચ કર્યો હતો. ‘નોકિયાનું વેચાણ 11 ઓક્ટોબરથી શરૂ એમેઝોન પર કરવામાં આવ્યું છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને HDR10 ડિસ્પ્લે આપવામાં આવી છે.


ભારતમાં આ ફોનનાં 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. મલ્ટિ ટાસ્કિંગ અને ફાસ્ટ પરફોર્મન્સ માટે ફોનમાં ઓક્ટા કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ઓફર અને કિંમત

  • આ ફોનનાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. એમેઝોન પર આ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે, જોકે ફોનની ડિલિવરી 13 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.
  • એમેઝોન પરથી HDFC બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવાથી 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • જૂના ફોનનાં એક્સચેન્જ પર 10 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

‘નોકિયા 6.2’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ    6.3 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ    HDR10 ગોરિલા ગ્લાસ
OS    એન્ડ્રોઈડ 9 પાઈ
પ્રોસેસર  ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 636
રેમ  4 GB
સ્ટોરેજ    64 GB
રિઅર કેમેરા  16 MP + 8 MP + 5 MP
ફ્રન્ટ કેમેરા  8 MP
બેટરી  બેટરી     3500mAh
વજન    

181 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...