ન્યૂ લોન્ચ / 64 MP વાળો દેશનો પ્રથમ સ્માર્ટફોન ‘RealmeXT’ લોન્ચ થયો, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 15,999

'Realme XT' launches the country's first smartphone with 64 MP, basic variant priced at ₹ 15,999

  • સેફટી માટે ફોનમાં રિઅર અને ફ્રન્ટ પેનલમાં ગોરીલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે
  • ફોનને પર્લ બ્લૂ અને પર્લ વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે
  • ફોનનું વેચાણ 16 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફિશિયલ સાઈટ પર કરવામાં આવશે

Divyabhaskar.com

Sep 13, 2019, 05:11 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની રિઅલમીએ શુક્રવારે ‘Realme XT’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન દેશનો પ્રથમ 64M નો રિઅર કેમેરા ધરાવતો ફોન છે. આ ફોનના બેઝિક વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે અને ટોપ વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. ફોનને પર્લ બ્લૂ અને પર્લ વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ અને રિઅલમીની ઓફિશિયલ સાઈટ પરથી ખરીદી શકાશે.

વેરિઅન્ટની કિંમત

4GB રેમ + 64GB સ્ટોરેજ 15,999 રૂપિયા
6GB રેમ + 64 GB સ્ટોરેજ 16,999 રૂપિયા
8GB રેમ + 128 GB સ્ટોરેજ 18,999 રૂપિયા

Realme XT નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.4 ઈંચ
ડિસ્પ્લેટાઈપ ફુલ HD+, સુપર AMOLED, વોટરડ્રોપ નોચ, ગોરિલા ગ્લાસ
OS એન્ડ્રોઈડ 9પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 712
રેમ 4GB/6GB/8GB
સ્ટોરેજ 64GB/128GB
રિઅર કેમેરા 64MP (સેમસંગ ISOCELL બ્રાઈટ GW1 સેન્સર)+ 8MP( અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ )+ 2MP (મેક્રો લેન્સ )+2MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 16MP
ક્નેક્ટિવિટી USB ટાઈપ-C પોર્ટ, 3.5MM હેડફોન જેક
બેટરી 4000mAh વિથ 20W VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ


X
'Realme XT' launches the country's first smartphone with 64 MP, basic variant priced at ₹ 15,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી