તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Netherlands Startup Company Hydraloop Launches Water saving High tech Water Filter At Consumer Electronics Show

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેધરલેન્ડની સ્ટાર્ટઅપ કંપની હાઈડ્રાલૂપે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં પાણીની બચત કરતું હાઈ ટેક વોટર ફિલ્ટર રજૂ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ વોટર ફિલ્ટર ઘરમાં વપરાયેલા ગંદા પાણીને સુએજ સિસ્ટમમાં જતા પહેલાં સાફ કરે છે
  • ઘરમાં ઉપયોગ કરાયેલા 85% પાણીને ફિલ્ટર કરી તેનો પુન:ઉપયોગ કરી શકાય છે
  • તેના ઉપયોગથી એક ઘરમાં વાર્ષિક 75 હજાર લિટર પાણીની બચત થશે
  • ફિલ્ટરને ઇનોવેશન ઓફ ધ યર ઈન ઇકો ડિઝાઇન અને એનર્જી સેવિંગ કેટેગરીમાં અવોર્ડ પણ મળ્યો

ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગસમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020માં નેધરલેન્ડની સ્ટાર્ટઅપ કંપની હાઈડ્રાલૂપે અનોખું વોટર ફિલ્ટર રજૂ કર્યું છે. આ સ્માર્ટ વોટર ફિલ્ટર ઘરમાં વપરાયેલા ગંદા પાણીને સુએજ સિસ્ટમમાં જતા પહેલાં સાફ કરે છે. વોશિંગ મશીન, ગાર્ડનિંગ સહિતના અન્ય ઘરના કામ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ વોટર ફિલ્ટરથી એક ઘરમાં વાર્ષિક 75 હજાર લિટર પાણીની બચત થશે. 


આ ફિલ્ટરની મદદથી ઘરમાં ઉપયોગ કરાયેલા 85% પાણીને ફિલ્ટર કરી તેનો પુન:ઉપયોગ કરી શકાય છે. આ વોટર ફિલ્ટરની કિંમત 4 હજાર ડોલર (આશરે 28,300 રૂપિયા) છે. CES 2020માં ફિલ્ટરને ઇનોવેશન ઓફ ધ યર ઈન ઇકો ડિઝાઇન અને એનર્જી સેવિંગ કેટેગરીમાં અવોર્ડ પણ મળ્યો છે.


આ ફિલ્ટરને ઘરમાં કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલ્ડ કરી શકાય છે. ફિલ્ટર પાણીને સાફ કરવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતું નથી.


ફિલ્ટરમાં સેડિમેન્સાશન, ફ્લોટેશન, ડિસોલ્વ્ડ એર ફ્લોટેશન, ફૉમ ફ્રેક્સનેશન અને એરોબિક બાયોરિએક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીના શુદ્ધિકરણ માટે ફિલ્ટરમાં UV લાઈટ disinfection  (ડિસઇન્ફેક્શન- જીવાણુઓને નાશ કરવાની પ્રક્રિયા) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો