મોટોરોલાના ‘One Zoom’ અને ‘Moto E6 Plus’ સ્માર્ટફોન લોન્ચ થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વન ઝૂમ ફોન સ્માર્ટફોનમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 34,000 રૂપિયા છે
  • વન ઝૂમ સ્માર્ટફોન બ્રશ્ડ બ્રોન્ઝ, કોસ્મિક પર્પલ અને ઇલેક્ટ્રિક ગ્રે કલર્સમાં લોન્ચ કરાયા છે
  • ‘મોટો ઈ-6 પ્લસ’ને સિલ્વર ગ્રે કલરમાં લોન્ચ કરાયો છે, જેની કિંમત આશરે 11,000 રૂપિયા છે

ગેજેટ ડેસ્કઃ બર્લિનના IFA 2019માં મોટોરોલાએ તેના બે સ્માર્ટફોન One Zoom (વન ઝૂમ) અને Moto E6 Plus (મોટો ઈ-6 પ્લસ) સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.  તેમાંથી ‘વન ઝૂમ’ સ્માર્ટફોનમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 34,000 રૂપિયા છે. ‘મોટો ઈ-6 પ્લસ’માં ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેની કિંમત આશરે 11,000 રૂપિયા છે.
વન ઝૂમ સ્મસાર્ટફોનને બ્રશ્ડ બ્રોન્ઝ, કોસ્મિક પર્પલ અને ઇલેક્ટ્રિક ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જયારે ‘મોટો ઈ-6 પ્લસ’ને સિલ્વર ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ‘વન ઝૂમ’ સ્મસાર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G VOLTE, વાઇ-ફાઈ 802.11AC, બ્લૂટૂથ વર્ઝન 5.0, GPS/A-GPS, USB ટાઈપ-C વર્ઝન 3.1 અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યા છે. ‘મોટો ઈ-6 પ્લસ’ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G VOLTE, વાઈ ફાઇ 802.BGN, બ્લૂટૂથ વર્ઝન 4.2, GPS/A-GPS, માઈક્રો USB અને 3.5mm નો ઓડિયોજેક આપવામાં આવ્યા છે.

Moto E6 Plusનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.1 ફુલ HD+
રિઝોલ્યુશન720x15600 પિક્સલ
પ્રોસેસરઓક્ટાકોર મીડિયાટેક હીલિયો p22
OS  એન્ડ્રોઇડ 9.0 પાઈ
રિઅર કેમેરા13 MP (પ્રાઈમરી સેન્સર) + 2 MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા8MP
સ્ટોરેજ32GB/ 64GB
બેટરી3,000 mAh, 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

One Zoomના બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.4 ફુલ HD+
રિઝોલ્યુશન1080x2340 પિક્સલ
પ્રોસેસરક્વૉલકોમ સ્નેપડ્રેગન 675
OSએન્ડ્રોઇડ 9.0 પાઈ
રિઅર કેમેરા48 MP (પ્રાઈમરી સેન્સર) + 16 MP (વાઈડ એંગલ લેન્સ) + 8 MP (ટેલિફોટો લેન્સ )+ 5MP (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા25MP
સ્ટોરેજ128GB
બેટરી4,000 mAh, 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ​​​​​​​