ન્યૂ લોન્ચ / મોટોરોલા કંપનીએ 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળો સસ્તો ફોન મોટો E6s લોન્ચ કર્યો, કિંમત 7,999 રૂપિયા

Moto E6S and Moto TV launched in India Today know features price specifications and variant details

  • ગ્રાહકો આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે
  • ફોનનો પ્રથમ સેલ 23 સપ્ટેમ્બરે 12 વાગ્યે શરુ થશે

Divyabhaskar.com

Sep 16, 2019, 03:02 PM IST

ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપનીએ ભારતમાં પોતાનો અફોર્ડેબલ સ્માર્ટફોન મોટો E6s લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 7,999 રૂપિયા છે. આ ફોન મોટો સિરીઝનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં ડ્યુઅલ કેમેરાનો સેટઅપ જોવા મળે છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. આ ઉપરાંત યુઝરને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળશે. ફોનનો પ્રથમ સેલ 23 સપ્ટેમ્બરે 12 વાગ્યે શરુ થશે. ગ્રાહકો આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.

મોટો E6s ફોનને કંપનીએ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. લોન્ચિંગ ઓફર હેઠળ જિઓ કંપની તેના ગ્રાહકોને 2200 રૂપિયાનું કેશબેક અને 3000 રૂપિયાનું ક્લિઅરટ્રિપ વાઉચર મળશે.

મોટો E6sફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.10 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ એચડી પ્લસ, 720x1560 રેઝોલ્યુશન
સિમ ટાઈપ ડ્યુઅલ સિમ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર મીડિયાટેક હીલિયો પી22
રેમ 4 GB
સ્ટોરેજ 64 GB
એક્સપાન્ડેબલ મેમરી 512 GB
રિયર કેમેરા 13 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ
ફ્ર્ન્ટ કેમેરા 8 મેગાપિક્સલ
બેટરી 3000 mAh
કનેક્ટિવિટી વાઇફાઇ 802.11, બ્લુટૂથ 4.2, માઈક્રો યુએસબી 2.0
સેન્સર ફિંગરપ્રિન્ટ સેન્સર (બેક પેનલ), એક્સીલેરોમીટર, પ્રોક્સિમિટી
ડાયમેંશન 155.6x73.1x8.6 mm
વજન 149.7 ગ્રામ
X
Moto E6S and Moto TV launched in India Today know features price specifications and variant details
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી