લોન્ચ / પેન્ટા રિઅર કેમેરા સેટઅપવાળા સ્માર્ટફોન 'mi નોટ 10' અને 'mi નોટ 10 પ્રો' ગ્લોબલી લોન્ચ થયા

Mi Note 10 and Smartphone with Penta rear camera setup launched globally
Mi Note 10 and Smartphone with Penta rear camera setup launched globally

  • બંને ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, વૉટરડ્રોપ નોચ ડિપ્સલે આપવામાં આવી છે
  • સ્પેન અને ઇટલીમાં તેનું વેચાણ 15 નવેમ્બર અને ફ્રાન્સમાં 18 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે
  • આ સિરીઝના ફોનમાં સ્નેપડ્રેગન 730g પ્રોસેસર અને 5260mAhની બેટરી આપવામાં આવી છે

Divyabhaskar.com

Nov 07, 2019, 03:22 PM IST

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ સ્પેનમાં 'mi નોટ 10' સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી છે. તેમાં 'mi નોટ 10' અને 'mi નોટ 10 પ્રો' સામેલ છે. આ સિરીઝનાં સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ થયેલાં 'mi cc9 પ્રો'નાં ગ્લોબલ વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યાં છે.

બંને સ્માર્ટફોનમાં 108MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથે પાંચ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યાં છે. બંને ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, વૉટરડ્રોપ નોચ ડિપ્સલે આપવામાં આવી છે. આ સિરીઝનાં ફોનમાં સ્નેપડ્રેગન 730g પ્રોસેસર અને 5260mAhની બેટરી આપવામાં આવી છે. બંને વેરિઅન્ટમાં માત્ર રેમ અને સ્ટોરેજનો જ ફરક છે.

વેરિઅન્ટ અને કિંમત
mi નોટ 10 6GB+ 128 GB: 549 યુરો (આશરે 43,000 રૂપિયા)
mi નોટ 10 પ્રો 8 GB + 256 GB: 649 યુરોઆશરે 51,000 રૂપિયા)

બંને વેરિઅન્ટનાં ગ્લેશિયર વ્હાઇટ, અરોરા ગ્રીન અને મિડ નાઈટ બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે.
સ્પેન અને ઇટલીમાં તેનું વેચાણ 15 નવેમ્બર અને ફ્રાન્સમાં 18 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
જર્મનીમાં તેનું પ્રિ-બુકિંગ 11 નવેમ્બરથી શરૂ થશે. આ સિરીઝને ટૂંક સમયમાં યુકે, નેધરલેન્ડ અને બેલ્ઝિયમમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, ભારતમાં તેનાં લોન્ચિંગ અને કિંમત વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

'mi નોટ 10' સિરીઝનાં બેઝિક સ્પેસિફિકેશન

  • 'mi નોટ 10'માં 7P લેન્સ અને 'mi નોટ 10 પ્રો'માં 8P લેન્સ આપવામાં આવ્યો છે. બંને વેરિઅન્ટમાં માત્ર રેમ અને સ્ટોરેજનું જ અંતર છે.
  • ફોનમાં 5x ઓપ્ટિકલ ઝૂમ, 10x હાઇબ્રિડ ઝૂમ અને 50x ડિજિટલ ઝૂમની સુવિધા આપવામાં આવી છે.
  • રિઅર કેમરા 4k વીડિયો, સ્લૉ મોશન HD વીડિયો, પોર્ટ્રેટ મોડ અને ડેડિકેટેડ નાઈટ મોડ આપવામાં આવ્યાં છે.
  • ફ્રન્ટ કેમેરામાં MI બ્યુટિ, AI પોર્ટ્રેટ અને પામ શટર જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.

ડિસ્પ્લેસાઈઝ 6.47 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ કર્વ્ડ ફુલ HD+ (1080x2340) OLED ડિસ્પ્લે
OS MIUI 11 બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસસર ઓક્ટા-કોર કવૉલકોમ સ્નેપડ્રેગન 730g
રિઅરકેમેરા 108MP (પ્રાઈમરી સેન્સર) + 20MP (117 ડિગ્રી વાઈડ એંગલ)+ 12MP (શૉર્ટ ટેલિફોટો લેન્સ વિથ 2x ઝૂમ ) + 5MP (ટેલીફોટો લેન્સ) + 2MP મેક્રો લેન્સ
ફ્રન્ટ કેમેરા 32MP
કનેક્ટિવિટી 4G LTE, વાઈફાઈ 802.11, બ્લુ ટૂથ, GPS, 3.5mm હેડફોન જેક
બેટરી 5260mAh વિથ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

X
Mi Note 10 and Smartphone with Penta rear camera setup launched globally
Mi Note 10 and Smartphone with Penta rear camera setup launched globally

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી