લોન્ચ / 'mi એર પ્યોરિફાયર 3' ભારતમાં લોન્ચ થયું, કિંમત ₹ 9,999

'mi air purifier 3' launches in india, priced at RS 9,999

  • પ્યોરિફાયરમાં પ્રાઈમર ફિલ્ટર હેપા કલાસ 13 ફિલ્ટર આપવામાં આવ્યું છે, જે 0.3 માઇક્રોન્સ સુધીના પાર્ટિકલ્સનો નાશ કરે છે
  • તે ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાને સપોર્ટ કરે છે

Divyabhaskar.com

Nov 07, 2019, 03:35 PM IST

ગેજેટ ડેસ્કઃ શાઓમીએ ભારતીય બજારમાં નવું એર પ્યોરિફાયર 'mi એર પ્યોરિફાયર 3' લોન્ચ કર્યું છે. આ એર પ્યોરિફાયરમાં HEPA (હેપા) ક્લાસ 13 ફિલ્ટર અને OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું વેચાણ Mi.com, MI સ્ટોર અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ગુરુવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્યોરિફાયરને સિંગલ વ્હાઇટ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.


એર પ્યોરિફાયર 3નાં ફીચર્સ

  • આ પ્યોરિફાયરમાં ટ્રિપલ લેયર ફિલ્ટર આપવામાં આવ્યું છે. તેમાં પ્રાઈમર ફિલ્ટર હેપા કલાસ 13 ફિલ્ટર આપવામાં આવ્યું છે, જે 0.3 માઇક્રોન્સ સુધીના પાર્ટિકલ્સનો નાશ કરે છે. આ સાથે જ એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે.
  • તેની CADR (ક્લિઅર એર ડિલિવરી રેટ) 380 કયુબિક મીટર પ્રતિ કલાકની છે. તેનો લુક એર પ્યોરિફાયર 2S જેવો જ છે. MI હોમ એપથી કનેક્ટ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાને સપોર્ટ કરે છે.
  • આ પ્યોરિફાયરની મદદથી PM 2.5 લેવલ ચેક કરી શકાય છે. એર ક્વૉલિટીને આધારે તેમાં 3 અલગ અલગ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યાં છે.
X
'mi air purifier 3' launches in india, priced at RS 9,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી