તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતમાં ટ્રિપલ રિઅર કેમેરાવાળો LG Q60 ફોન લોન્ચ, કિંમત 13,490 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં બેટરી લાઈફ 3500mAh છે.
  • મ્યુઝિક માટે 7.1 ચેનલની સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપી છે
  • કંપની ફોનનો સેલ 1 ઓક્ટોબરથી શરુ કરશે

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયાની  LG કંપનીએ ભારતમાં નવી મિડ રેન્જ સ્માર્ટફોન LG Q60 લોન્ચ કર્યો છે. Q સિરીઝના આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને DTS: X 3D સરાઉન્ડ સાઉન્ડ ટેક્નોલોજી છે. યુઝરને સારા મ્યુઝિકનો અનુભવ આપવા માટે તેમાં 7.1 ચેનલ સરાઉન્ડનો ઉપયોગ કર્યો છે. કંપનીએ આ આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો.
LG Q60 સ્માર્ટફોનની કિંમત 13,490 રૂપિયા છે. હાલ આ ફોન  3GB રેમ અને 64GB સ્ટોરેજના વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોન મોરોક્કન બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. કંપની આ ફોનનો સેલ 1 ઓક્ટોબરથી શરુ કરશે. ગ્રાહકો આ ફોનને ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકશે.

LG Q60 સ્માર્ટફોનના સ્પેસિફિકેશન

ડિસ્પ્લે6.26 ઇંચ
એન્ડ્રોઇડ9.0 પાઇ
રિઝોલ્યુશન1520x720 પિક્સલ
પ્રોસેસર2GHz ઓક્ટા કોર પ્રોસેસર
ફ્રન્ટ કેમેરા13 MP
રિઅર કેમેરા16 MP+2 MP+ 5 MP
 ​​​​રેમ3 GB
સ્ટોરેજ32 GB
સિક્યોરિટીરિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર
બેટરી લાઈફ3500mAh
વજન172 ગ્રામ 

 

અન્ય સમાચારો પણ છે...