તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’માં LG કંપની તેનું 8K ટીવી રજૂ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • OLED સ્ક્રીન ધરાવતું 8K ટીવી 88 ઇંચ અને 77 ઈંચની જાયન્ટ સાઈઝમાં લોન્ચ થશે
  • આ ટીવીમાં LGનું webOS સ્માર્ટ પ્લેટફોર્મ, એપલ ‘એર પ્લે 2’ સપોર્ટ, ગૂગલ અસિસ્ટન્ટ સહિતનાં અનેક ફીચર આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયાઈ ટેક કંપની LG 8K ટીવીને CES (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ) 2020માં રજૂ કરશે. LG કંપની લાસ વેગસમાં યોજાનાર CES ઇવેન્ટમાં 8K અને નેનોસેલ પ્રોડક્ટ્સ રજૂ કરશે.


કંપની OLED સ્ક્રીન ધરાવતું 8K ટીવી 88 ઇંચ અને 77 ઈંચની જાયન્ટ સાઈઝમાં લોન્ચ કરશે. આ સાથે જ 75 અને 65 ઇંચ નેનોસેલ વેરિઅન્ટ ‘Real 8K’ સ્ક્રીન સાથે રજૂ કરશે. ‘8K’ ટીવીમાં 8000 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવશે. તાજેતરમાં ‘8K’ ટીવીમાં 7,680x4,320 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવે છે. 


આ ટીવીમાં LGનું webOS સ્માર્ટ પ્લેટફોર્મ, ન્યૂ a9 (3ર્ડ જનરેશન) AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોસેસર, 60fps (ફ્રેમ્સ પર સેકન્ડ), એપલ ‘એર પ્લે 2’ સપોર્ટ, ગૂગલ અસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા સહિતનાં અનેક ફીચર આપવામાં આવશે.


આ અગાઉ વર્ષ 2019માં LG કંપનીએ તેનું 8K ટીવી લોન્ચ કર્યું હતું. સેમસંગ કંપનીનાં 8K  QLED ટીવીની ભારતમાં કિંમત 10.99 લાખ રૂપિયા છે. જોકે હાલના  4K અને ફુલ HD કનેન્ટના ટ્રેન્ડમાં LGનાં 8K ટીવીને ગ્લોબલી લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં થોડો સમય લાગી શકે છે.