ન્યૂ લોન્ચ / 5000 mAh બેટરી ધરાવતો રેડમી 8 સ્માર્ટફોન લોન્ચ, શરૂઆતની કિંમત 7,999 રૂપિયા

Launch Redmi 8 smartphone with 5000 mAh battery, starting at Rs 7,999

  • ગ્રાહકો આ ફોનને 12 ઓક્ટોબરથી રાત્રે 12 વાગ્યે ખરીદી શકશે
  • કંપનીએ 2 વેરિએન્ટમાં ફોન લોન્ચ કર્યો છે
  • ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં વાયરલેસ એફએમ રેડિયોની સુવિધા પણ મળશે

Divyabhaskar.com

Oct 09, 2019, 12:33 PM IST

ગેજેટ ડેસ્ક: શાઓમીએ ભારતના માર્કેટમાં બુધવારે રેડમી 8 સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે છે, જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી વેરિએન્ટની કિંમત 8,999 રૂપિયા છે. ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં વાયરલેસ એફએમ રેડિયોની સુવિધા પણ મળશે.

ફોનનો પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી રાત્રે 12 વાગ્યે શરુ થશે. ફોનની લોન્ચિંગ ઇવેન્ટમાં શાઓમી ઇન્ડિયાના સીઈઓ મનુ જૈને કહ્યું કે, શાઓમી કંપની છેલ્લા બે વર્ષમાં ભારતની સતત પ્રથમ નંબરની સ્માર્ટફોન કંપની બની છે. આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે યુઝર્સ રેડમી 8 (4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ)ના પ્રથમ 50 યુનિટ્સ 7,999 રૂપિયામાં ખરીદી શકશે.

રેડમી 8 સ્માર્ટફોનના બેઝિક સ્પેસિકિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.22 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ એચડી પ્લસ, ગોરિલ્લા ગ્લાસ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર
રેમ 3 જીબી/4 જીબી
સ્ટોરેજ 32 જીબી/64 જીબી
એક્સપાન્ડેબલ મેમરી 512 જીબી
રિઅર કેમેરા 12 MP સોની IMX363 પ્રાઈમરી સેન્સર + 2MP ડેપ્થ સેન્સર
ફ્રન્ટ કેમેરા 8MP (એઆઈ સેલ્ફી કેમેરા)
બેટરી 5000 mAh વિથ 18 વૉટ સપોર્ટ

​​​​​​

X
Launch Redmi 8 smartphone with 5000 mAh battery, starting at Rs 7,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી