જિઓ ગીગા ફાઈબર લેતાં પહેલાં તમામ કંપનીઓનાં પ્લાન્સ જાણી લો

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જિઓ ગીગા ફાઈબરે 1Gbpsની અલ્ટ્રા હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિત અનેક સેવાઓની જાહેરાત કરી છે
 • માર્કેટમાં એરટેલ, BSNL, ACT, YOU બ્રોડબેન્ડ જેવી કંપનીઓ પણ આવી હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા આપી રહી છે
 • પ્રસ્તુત સ્ટોરીમાં તે તમામના પ્લાન્સની સરખામણી આપી છે

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓએ ‘જિઓ ગીગા ફાઈબર’ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરી દીધી છે. તેની સર્વિસની શરૂઆત 699 રૂપિયા પ્રતિ માસથી થાય છે. કંપની 1Gbps અલ્ટ્રા હાઈ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. જિઓની આ ઓફરથી એરટેલ V-ફાઈબર, BSNL ભારત ફાઇબર, ACT અને YOU બ્રોડબેન્ડ જેવા ફાઈબર કનેક્ટિવિટી સાથેના અન્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs)ને સારી એવી ટક્કર મળશે. કોઈ પણ કનેક્શન લેતાં પહેલાં તમારી પાસે આ તમામ ISPsના પ્લાન્સની જાણકારી હોવી જરૂરી છે.

જિઓ ગીગા ફાઈબર
જિઓ ગીગા ફાઈબરના પ્રિપેઇડ પ્લાન્સ પ્રતિ માસના 699 રૂપિયાથી લઈને 8,499 રૂપિયા સુધી છે. તમામ પ્લાન્સમાં મિનિમમ 100Mbpsની સ્પીડથી શરૂઆત થશે. સાથે જ ફ્રી વોઇસ કોલિંગ, અનલિમિટેડ ડેટા અને TV વીડિયો જેવાં અનેક એડ-ઓન ફીચર મળશે.

પ્રતિ માસ 699 રૂપિયાના પ્લાનમાં મળતી સુવિધાઓ

 • 100Mbps ડેટા સ્પીડ
 • અનલિમિટેડ ડેટા વિથ FUP (ફેર યુસેજ પ્રાઈસ) ઓફ 100GB (50GB એક્સ્ટ્રા ઓફર) અને પોસ્ટ FUP જેમાં 1Mbps ડેટા સ્પીડ મળશે
 • ફ્રી વોઇસ કોલિંગ
 • ફ્રી TV વીડિયો કોલિંગ
 • ક્લાઉડ ગેમિંગ
 • હોમ નેટ વર્કિંગ
 • 5 ડિવાઇસ માટે Norton ડિવાઇસ સિક્યોરિટી સોફ્ટવેર

849 રૂપિયાના માસિક પ્લાનમાં 699 રૂપિયાના પ્લાનમાં મળતી તમામ સુવિધાઓ આપવામાં આવશે. પરંતુ તેમાં ડેટા કેપ 200GB (20GB એક્સ્ટ્રા) રહેશે. 1299 રૂપિયાના પ્લાનમાં 849 રૂપિયાની સ્કીમના તમામ લાભ મળશે, પરંતુ ડેટા કેપ 500GB (250GB એક્સ્ટ્રા)ની મળશે અને ઈન્ટરનેટ સ્પીડ 250Mbps રહેશે. 2,499 રૂપિયાના ડાયમંડ પ્લાનમાં ડેટા કેપ 1250GB (250GB એક્સ્ટ્રા) મળશે અને ઇન્ટરનેટ સ્પીડ 500Mbpsની મળશે. સાથે જ આ પ્લાનમાં VR-એક્સપિરિયન્સ સપોર્ટ આપવામાં આવશે. અલબત્ત, આ પ્લાનમાં જિઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ મુવી, સ્પેશિયલ સ્પોર્ટ્સ કન્ટેન્ટ સહિત અનેક પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવશે. છેલ્લા થોડા સમયથી જિઓ ગીગા ફાઈબર વેલકમ ઓફર અંતર્ગત 2 વર્ષનો પ્લાન લેવા પર ફ્રી HD અથવા 4K TV આપવામાં આવી રહ્યું છે. નવા યુઝર્સને 2500 રૂપિયાની વન ટાઈમ ફી ભરવાની રહેશે, જેમાં 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ અને 1100 રૂપિયાનો નોન રિફંડેબલ ઈન્સ્ટોલેશન ચાર્જ સામેલ છે. આ સાથે જ કંપની 3 મહિના અને  6 મહિનાના પ્લાન્સ પર એડિશનલ બેનિફિટ આપી રહી છે. જિઓ ગીગા ફાઈબરની સર્વિસ દેશનાં 1600 શહેરોમાં શરૂ કરવામાં આવી છે.

એરટેલ V-ફાઈબર પ્લાન્સ
એરટેલ V-ફાઈબર પણ 100Mbps અને તેનાથી વધુ સ્પીડ આપવાનો દાવો કરે છે. કંપનીનો એન્ટરટેઇન્મેન્ટ પ્લાન 1099 રૂપિયાનો છે, જેમાં 300GB ડેટા સાથે 100Mbpsની ઇન્ટરનેટની સ્પીડ આપવામાં આવે છે. તેમાં અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ અને એરટેલ થેન્ક્સ બેનિફિટ અંતર્ગત એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, Zee5 પ્રીમિયમ અને એરટેલ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે.
માસિક 1599 રૂપિયાના એરટેલ પ્રીમિયમ બ્રોડબેન્ડ પ્લાનમાં 600GBનો ડેટા, 300Mbps સુધીની સ્પીડ, અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ અને એરટેલ થેન્ક્સ બેનિફિટ્સ આપવામાં આવે છે. એરટેલના 1,999 રૂપિયાના માસિક VIP બ્રોડબેન્ડ પ્લાનમાં અનલિમિટેડ ડેટા 100Mbps સુધીની  સ્પીડ મળે છે. સાથે જ અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ અને એરટેલ થેન્ક્સ બેનિફિટ્સ આપવામાં આવે છે. એરટેલ થેન્ક્સ અંતર્ગત નેટફ્લિક્સનું 3 મહિના અને એમેઝોનનું 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે. એરટેલ V-ફાઈબર દેશનાં 100 શહેરોમાં કાર્યરત છે.

BSNL ભારત ફાઈબર
BSNLનો હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પ્લાન માસિક રૂપિયા 777થી શરૂ થાય છે. તેમાં 50Mbpsની ઇન્ટરનેટની સ્પીડ સાથે 500GB ડેટા કેપ આપવામાં આવે છે. ડેટા પૂરો થઇ જતાં ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 2Mbps થઈ જાય છે.

માસિક પ્લાન રૂપિયામાંડેટા કેપઈન્ટરનેટ સ્પીડ
849 600GB50Mbps
1277750GB100Mbps
249940GB/ દિવસ100Mbps
449955GB/ દિવસ  100Mbps
599980GB/ દિવસ100Mbps
9999120GB/દિવસ100Mbps
16999150GB/દિવસ100Mbps

આ તમામ પ્લાન્સની ઉપલબ્ધિ વિવિધ જગ્યાઓ પર જુદી જુદી હોઈ શકે છે.

ACT ફાઈબરનેટ પ્લાન્સ
ACT ફાઈબરનેટ જિઓ ફાઈબરની જેમ 1Gpbs સ્પીડ આપે છે. 1Gpbsનો પ્લાન બેંગલુરુ અને ચેન્નઈમાં જ ઉપલબ્ધ છે (અલબત્ત, તેની 100 Mbps સ્પીડ સાથેની ઈન્ટરનેટ સર્વિસ અમદાવાદ સહિત દેશનાં ઘણાં શહેરોમાં ઉપલબ્ધ છે). ACTની 1Gbpsની સ્પીડમાં 5999 રૂપિયાના પ્લાન (ACT Giga)માં 2500GB ડેટા કેપ મળે છે. ACTના નોન ગીગા ફાઈબર પ્લાનમાં માસિક રૂપિયા 1159થી શરૂ થઈને 4999 સુધીના છે. તેમાં 100Mbpsથી વધારે સ્પીડ અને 400GBથી લઈને 1500GB ડેટા કેપ આપવામાં આવે છે. ડેટા કેપનો ઉપયોગ થઇ જવાથી સ્પીડ ઘટીને 1Mbps થઈ જાય છે. ACTના પ્લાન્સ શહેર પ્રમાણે જુદા જુદા આપવામાં આવે છે.
ACT કંપની પોતાની સર્વિસ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, કોઈમ્બતુર, દિલ્હી, ઇલુરુ, ગુંતુર, હૈદરાબાદ, જયપુર, કાકીનાડા લખનઉ, મદુરાઈ, નેલ્લોર, રાજમુંદરી, તિરુપતિ જેવાં શહેરમાં ઉપલબ્ધ છે. આ કંપની દેશનાં કયાં કયાં શહેરોમાં પોતાની સર્વિસ આપે છે તેની સંપૂર્ણ યાદી માટે કંપનીની વેબસાઈટ જોઈ શકો છો.

YOU બ્રોડબેન્ડ પ્લાન્સ
YOU બ્રોડબેન્ડ પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટના પ્લાન્સ આપે છે. તેની શરૂઆત 1239 રૂપિયાના માસિક પ્લાનથી થાય છે. તેમાં 100Mbps સ્પીડ અને 350GB ડેટા કેપ આપવામાં આવે છે. સંપૂર્ણ ડેટાનો ઉપયોગ થઈ ગયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 5Mbps થઇ જશે. 1357 રૂપિયાના માસિક પ્લાનમાં 400GB ડેટા કેપ અને 150Mbps સ્પીડ આપવામાં આવશે અને 1597 રૂપિયાના માસિક પ્લાનમાં 500GB ડેટા કેપ અને  200Mbpsની સ્પીડ આપવામાં આવશે. આ તમામ પ્લાન્સ મુંબઈ શહેરનાં છે. You બ્રોડબેન્ડના પ્લાન્સ શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. YOU બ્રોડબેન્ડ માસિક પ્લાન્સ સાથે 3 મહિના, 6 મહિના અને વાર્ષિક પ્લાન્સ વિથ એક્સ્ટ્રા FUP આપવામાં આવે છે.
YOU બ્રોડબેન્ડ ઓપરેટર્સ અમદાવાદ, ઔરંગાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, ગુરુગ્રામ, હૈદરાબાદ, કાકીનાડા, મુંબઈ, નાગપુર, નાસિક, નવી મુંબઈ, નવસારી, પવઈ, પુણે , રાજકોટ, સુરત, થાણે, વડોદરા, વલસાડ, વાપી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ જેવાં શહેરોમાં કાર્યરત છે.
પ્રસ્તુત સ્ટોરી તમામ કંપનીઓના પ્લાન્સની રૂપરેખા સમજવા માટે આપી છે. નિર્ણય લેતાં પહેલાં કંપનીની અધિકૃત વેબસાઈટ અને કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરી લેવી હિતાવહ છે.