વાઇરસ / 24 એન્ડ્રોઇડ એપ્સમાં ‘જોકર’ વાઇરસ મળ્યો, યુઝર્સના ડેટાને અન્ય વેબસાઈટમાં ટ્રાન્સફર કરી રહ્યો છે

'Joker' virus detected in 24 Android apps, transferring users' data to other websites

 • આ વાઈરસે 24 એન્ડ્રોઇડ એપ્સને પોતાનો શિકાર બનાવ્યો છે
 • વાઇરસની જાણ થતાં જ ગૂગલે તમામ એપ્સને પ્લે સ્ટોરપરથી રિમૂવ કરી છે
 • વાઇરસ સાયલન્ટ પ્રકારનો છે જે મિનિમમ જાવા કોડનો ઉપયોગ કરે છે

Divyabhaskar.com

Sep 09, 2019, 07:19 PM IST

ગેજેટ ડેસ્કઃ સાયબર સિક્યોરિટી સર્વિસ ઓર્ગેનાઇઝેશન CSISના રિસર્ચર્સે એક નવો માલવેર (વાઇરસ)નો પતો લગાવ્યો છે. આ વાઈરસે 24 એન્ડ્રોઇડ એપ્સને પોતાનો શિકાર બનાવ્યો છે. આ તમામ એપ્સ કુલ 4.72 લાખ વાર ઇન્સ્ટોલ થઈ ચૂકેલી છે.
ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આ તમામ એપ્સમાં એક નવા પ્રકારનો ટ્રોજન જોવા મળ્યો છે. તેનું નામ 'જોકર' છે. આ વાઇરસ એડ્સ દર્શાવતી વેબસાઇટ્સનો સંપર્ક કરીને યુઝર્સનો ડેટા તેમને શેર કરે છે. CSIS મુજબ યુઝરના SMS અને ફોન કોન્ટેક્ટ લિસ્ટ સાથે ડિવાઇસની તમામ જાણકારી મેળવી લે છે. આ વાઇરસ સાયલન્ટ પ્રકારનો છે જે મિનિમમ જાવા કોડનો ઉપયોગ કરે છે. આ વાઇરસની જાણ થતાં જ ગૂગલે તમામ એપ્સને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી છે.

એપ્સનાં નામ

 • બીચ કેમેરા 4.2
 • મિની કેમેરા 1.0.2 APK
 • સર્ટન વોલપેપર 1.02 APK
 • રિવોર્ડ ક્લીન 1.1.6 APK
 • એસ ફેજ 1.1.2
 • અલ્ટર મેસેજ 1.5APK
 • સોબી કેમેરા 1.0.1
 • ડિસ્પ્લે કેમેરા 1.02
 • રેપિડ ફેસ સ્કેનર 10.02
 • લીફ ફેસ સ્કેનર 1.0.3
 • બોર્ડ પિક્ચર એડિટિંગ 1.1.2
 • ક્યૂટ કેમેરા 1.04 APK

આ સિવાય અન્ય કેટલીક એપ્સને વાઈરસે પોતાનો શિકાર બનાવ્યો છે. ગૂગલે કોઈ પણ એપ ઈન્સ્ટોલ કરતાં પહેલાં તેની પરમિશન ચેક કરવાની સલાહ આપી છે.

X
'Joker' virus detected in 24 Android apps, transferring users' data to other websites
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી