ગેજેટ ડેસ્કઃ દિલ્હીમાં સોમવારથી શરૂ થયેલાં ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ (IMC) 2019 ઇવેન્ટમાં રિલાયન્સ જિઓએ દુનિયાની પ્રથમ નેટિવ વીડિયો કોલ અસિસ્ટન્ટ (Bot) સર્વિસને લોન્ચ કરી છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ સર્વિસ છે, જે 4G ફોન પર કામ કરે છે. યુઝરે વીડિયો કોલિંગ માટે કોઈ થર્ડ પાર્ટી એપ જરૂર નહીં હોય. જિઓ વોઇસ કોલ અસિસ્ટન્ટ કસ્ટમર સપોર્ટ અને કસ્ટમર ક્મયૂનિકેશનમાં ક્રાંતિ લાવી શકે છે.
જિઓ બૉટ
જિઓ બૉટ મેકર ટૂલની મદદથી નાના વ્યવસાયોને સક્ષમ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. AI આધારિત આ બૉટના ઉપયોગથી યુઝરને વધારે ફાયદો થશે. વીડિયો બૉટને યુઝરની આવશ્યક્તાઓને પૂરી કરવા માટે વધારે કસ્ટમાઈઝ કરવામાં આવશે. વીડિયો બૉટને એક સ્વરૂપ પણ આપવામાં આવશે. તેમાં પારંપરિક કસ્ટમર કેર એગ્ઝેક્યુટિવ, સીઈઓ, બ્રાન્ડ એમ્બેસેડર અથવા કોઈ અન્ય કેરેક્ટર હોઈ શકે છે.
3 દિવસ સુધી ઇવેન્ટ ચાલશે
3 દિવસ સુધી યોજાનાર આ ઇવેન્ટ 16 ઓક્ટોબરે સમાપ્ત થશે. ઇવેન્ટની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે કરી હતી. આ ઇવેન્ટ ત્રીજી વખત યોજાઈ રહી છે. આ ઇવેન્ટ દક્ષિણ એશિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટ છે. ઇવેન્ટમાં દુનિયાભરની કંપનીઓએ ભાગ લીધો છે. ઇવેન્ટના લોન્ચિંગ દરમિયાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ‘સરકાર દ્વારા કેટલીક કંપનીઓને 5Gનાં ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.’
IMC 2019ની થીમ ‘Imagine: a new CONNECTED world; Intelligent.Immersive.Inventive’ પર રાખવામાં આવી છે. આ થીમને 9 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં ઓગ્મેન્ટેડ એનાલિસિસ, ઓટોનોમસ થિંગ્સ, ફયૂચર લોજિસ્ટિક્સ, ઇમર્સિવ વર્લ્ડ, ઇન્ટેલિજન્ટ એજ, ઈન્વેન્ટિવ યુનિકોર્ન, એમહેલ્થ, પ્રાઇવસી એન્ડ એથિક્સ અને સ્માર્ટ સ્પેસિસ સામેલ છે. આ ઇવેન્ટમાં 40થી વધારે દેશ, 300થી વધારે પ્રદર્શનકાર અને 250થી વધારે પ્રવક્તાઓએ ભાગ લીધો છે. 3 દિવસનાં આ ઇવેન્ટમાં 1 લાખ લોકો આવી શકે છે.
ઇવેન્ટમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ‘વર્ષ 2014માં ફોન નિર્માણ કરતી 2 કંપની હતી જે હવે 268 પર પહોંચી છે. ભારતમાં હાલ 1.18 અરબ ફોન યુઝર્સ અને 63 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. 1.24 અરબ લોકો પાસે આધાર કાર્ડ છે.’
જિઓએ આ ઇવેન્ટમાં મનોરંજન, ગેમિંગ, શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રે 5G નેટવર્કના ઉપયોગને નવા મોડયુલ્સનાં માધ્ય્મથી સમજાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.